×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હોસ્પિટલમાં દાખલ થનારા 3.6% દર્દીઓને થયું ફંગલ ઇન્ફેક્શન, ICMRની સ્ટડીનો દાવો

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર

કોરોના વાયરસની બીજી લહેરમાં, જ્યારે કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન, ફંગલ ઇન્ફેક્શનથી સરકાર તેમજ લોકોની ચિંતા વધી ગઈ છે. બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ પછી હવે યલો ફંગસના દર્દીઓ પણ નોંધાઇ રહ્યા છે. બ્લેક ફંગસનાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. દરમિયાન, ICMRએ એક સ્ટડીમાં દાવો કર્યો છે કે બીજી લહેરમાં હોસ્પિટલોમાં દાખલ ઓછામાં ઓછા 3.6% દર્દીઓ સેકન્ડરી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી પ્રભાવિત છે. ICMRનો આ સ્ટડી સોમવારે પ્રકાશિત થયો, જેમાં ફંગલ ચેપ સંબંધિત આ દાવો કરવામાં આવ્યો છે.

સ્ટડીનાં આંકડા દર્શાવે છે કે સેકન્ડરી ઇન્ફેક્શનવાળા દર્દીઓમાં મૃત્યુ દર વધીને 56.7% થયો છે, જ્યારે દસ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં દર 10.6% હતો. ડેટા બતાવે છે કે હોસ્પિટલમાં સેકન્ડરી ઇન્ફેક્શનવાળા લોકોમાં મૃત્યુ દર 78.9% જેટલો હતો. ICMRનાં રોગચાળા અને કોમ્યુનિકેબલ ડિસીઝ વિભાગમાં વૈજ્ઞાનિક અને પ્રકાશિત થયેલા સ્ટડી પેપરનાં લેખક ડો. કામિની વાલિયાએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું કે સેકન્ડરી ઇન્ફેક્શનમાં મોટાભાગનાં 78% દર્દીઓ હોસ્પિટલમાં હતા. 

હોસ્પિટલમાં દાખલ થયાનાં બે દિવસ પછી સંક્રમણનાં સંકેતો મળવાનું શરૂ થયું, અને મોટાભાગના નમૂનાઓમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હતા, જે દર્શાવે છે કે તે હોસ્પિટલમાં થયેલું સંક્રમણ છે. આવું એટલા માટે થયું હોઇ શકે કેમ કે રોગચાળા દરમિયાન હોસ્પિટલમાં ચેપ નિયંત્રણ નીતિઓ પર કામ થઇ રહ્યું ન હતું. ગરમ હવામાનમાં ડબલ ગ્લવિંગ અને પીપીઇ કીટ્સનાં ઉપયોગને કારણે હાથની સ્વચ્છતાની ખૂબ કાળજી લેવામાં આવી ન હતી.''