×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હોમ ક્વોરેન્ટાઈનના નિયમો તોડવાનો આરોપ, આલિયા ભટ્ટ સામે કેસ કરાશે


નવી દિલ્હી,તા.17.નવી દિલ્હી,તા.2021

મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 32 દર્દીઓ મળી ચુકયા છે ત્યારે કરણ જોહરની પાર્ટીમાં બોલીવૂડની પણ એક્ટ્રેસ સંક્રમિત થઈ ચુકી છે.

દરમિયાન મુંબઈ કોર્પોરેશન દ્વારા એક્ટ્રેસ આલિયા ભટ્ટ સામે હોમ ક્વોરેન્ટાઈનના નિયમો તોડવા બદલ કેસ કરવાનો આદેશ અપાયો છે.

મુંબઈ કોર્પોરેશનની સ્વાસ્થય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલનુ કહેવુ છે કે, મેં સ્વાસ્થ્ય વિભાગને આલિયા ભટ્ટ સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે.કારણકે તે એક રોલ મોડેલ છે અને તેમણે જવાબદારીથી વ્યવહાર કરવાની જરુર છે.નિયમ બધા માટે સમાન છે.

આલિયા ભટ્ટ તાજેતરમાં આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી.કોર્પોરેશનનો આરોપ છે કે, દિલ્હીમાં તે ઘણા લોકોને મળી છે .જોકે આલિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે પણ કોર્પોરેશને આલિયાને હાઈ રિસ્ક કેટેગરીમાં મુકીને  14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ આપ્યો હતો.આ નિયમો તોડવા બદલ કોર્પોરેશને તેની સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે.

આ પહેલા કોરોના પોઝિટિવ આવેલી એક્ટ્રેસ કરિના કપૂરનુ ઘર પણ બીએમસી સીલ કરી ચુકી છે.એવી પણ જાણકારી છે કે, તેની સાથે પોઝિટિવ આવેલી સીમા ખાન અને મહિપ કપૂરની ઈમારત પણ બીએમસી સીલ કરી ચુકી છે.

જેની ઘરે પાર્ટી હતી તે પ્રોડ્યુસર કરણ જોહરનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે.કરણનુ કહેવુ હતુ કે, મારી ઘરે આઠ લોકો એકઠા થયા હતા.જેને પાર્ટી ના કહેવાય .