×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હૈતીમાં 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, ઘણી ઇમારતોને નુકસાન, સુનામીની ચેતવણી

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2021 શનિવાર

હૈતીમાં શનિવારે 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો છે. ભૂકંપના જોરદાર આંચકા બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ સુનામીનું એલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેન્ટ લૂઇસ ડુ સુડથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું. રાજધાની પોર્ટ-અયૂ-પ્રિન્સમાં, લોકો ગભરાઇને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા, અને ભૂકંપના તીવ્ર આંચકાઓ પછી માર્ગો પર એંકઠા થયા.

નાઓમી વર્નિયસે જણાવ્યું કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેનો પલંગ પણ ધ્રુજવા લાગ્યો. મળતી માહિતી મુજબ ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો હતો. ભૂકંપને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પડોશી દેશોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપને કારણે હૈતીમાં ઘણી શાળાઓની ઇમારતો ઉપરાંત ઘરોને પણ નુકસાન થયું છે.

સ્થાનિકો સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદની તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. અમેરિકી એજન્સીએ ચેતવણી આપી છે કે ભૂકંપને કારણે દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. હૈતીના નાગરિક સુરક્ષા નિયામક જેરી શેન્ડલરે કહ્યું: "હું ખાતરી કરી શકું છું કે મૃત્યુ થયા છે." પરંતુ અમે હજી સુધી તેના વિશે જાણતા નથી. અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ.

2010 માં 3 લાખ મોત થયા હતા

આ આપત્તિગ્રસ્ત કેરેબિયન દેશમાં ભૂકંપ અને ચક્રવાતી તોફાનોએ ઘણી વખત તબાહી મચાવી છે. 2018 માં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં એક ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ વિનાશ 2010 માં થયો હતો. 7.1 ની તીવ્રતાના આ ભૂકંપમાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.