×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હેલિકોપ્ટર ક્રેશઃ ગ્રૂપ કેપ્ટન વરુણસિંહના લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર, પુત્રે આપી મુખાગ્નિ


નવી દિલ્હી,તા.17.ડિસેમ્બર.2021

તામિલનાડુમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ હતુ.

એ પછી આજે તેમના વતન ભોપાલમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.વરુણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિધ્ધિમને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી હતી.

એ પહેલા મિલિટરી ટ્રકમાં તેમના મૃતદેહને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.એરફોર્સના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

ગુરુવારે બપોરે તેમનો પાર્થિવ દેહ બોપાલ પહોંચાડવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવારને એક કરોડ રુપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં તેઓ એક માત્ર જીવીત વ્યક્તિ હતા.જોકે સાત દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ હતુ.