×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હેં…. ભારતના આ રાજ્યમાં 54 ડિગ્રી ગરમી! KSDMAના રિપોર્ટમાં હીટ સ્ટ્રોકની ચેતવણી

image : envato 


થોડા મહિના અગાઉ વધારે પડતા વરસાદનો સામનો કરનાર કેરળ હવે ભીષણ ગરમીની લપેટમાં છે. અહીં તાપમાન અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે. દરિયાકાંઠાના રાજ્યમાં ગરમી હાલ તો શરૂ જ થઇ છે અને હીટ ઈન્ડેક્સ ખતરનાક રીતે વધી રહ્યું છે. કેરળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(KSDMA)એ ગુરુવારે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ દક્ષિણના રાજ્યોના અમુક ક્ષેત્રોમાં 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ હીટ ઈન્ડેક્સ નોંધાયું છે. 

હીટ ઈન્ડેક્સ શું હોય છે ? 

હીટ ઈન્ડેક્સ એ ગરમી તરફ ઈશારો કરે છે જે વાયુમંડળનું તાપમાન અને આદ્રતાના સંયુક્ત પ્રભાવથી અનુભવાય છે. અનેક વિકસિત દેશ જાહેર સ્વાસ્થ્ય ચેતવણી જારી કરવા માટે હીટ ઈન્ડેક્સનો ઉપયોગ કરે છે. તે અનુસાર તિરુવનંતપુરમ જિલ્લાના દક્ષિણ છેડે અને અલપ્પુઝા, કોટ્ટાયમ તથા કન્નૂર જિલ્લાના અમુક ભાગોમાં 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. 

ક્યાં કેટલું તાપમાન? 

તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, કોઝિકોડ અને કન્નૂરના અમુક ભાગોમાં પણ ગુરુવારે  45-54 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ જગ્યાઓ પર લાંબા સમય સુધી સંપર્ક અને પ્રવૃત્તિથી હીટ સ્ટ્રોક થઇ શકે છે. સામાન્ય રીતે સંપૂર્ણ કાસરગોડ, કોઝિકોડ, મલપ્પુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા અને એર્નાકુલમમાં 40-45 ડિગ્રી સેલ્સિયસ હીટ ઈન્ડેક્સ રહે છે જે લાંબા સમય સુધી તડકામાં રહેવા પર થાકનું કારણ બને છે.

આ રિપોર્ટ કયા આધારે તૈયાર થયો? 

ભારતીય હવામાન વિભાગની ઓટોમેટિક હવામાન મેપિંગ સુવિધાઓનો ઉપયોગ કરીને કેએસડીએમએ આ હીટ ઈન્ડેક્સને તૈયાર કરે છે. જોકે આઈએમડી તિરુવનંતપુરમએ આ રિપોર્ટ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને આગ્રહ કર્યો છે કે તે બહાર જતી વખતે વધારે સાવચેત રહે.