×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હુમલા માટે પાકિસ્તાને આઇએસના આતંકી પીઓકેમાં મોકલ્યા


તાલિબાને છોડેલા આતંકીઓ ભારતની સરહદે પહોંચ્યા, કેમ્પો ફરી ધમધમવા લાગ્યા : રિપોર્ટ

આતંકીઓેને ઘુસાડવા પાકિસ્તાન સરહદે ફરી ગોળીબાર શરૂ કરવાની ફિરાકમાં, સૈન્યને એલર્ટ કરાયું : તાલિબાને માથું ઊંચકતા અલકાયદાના હુમલાનો વિશ્વ પર ખતરો : બ્રિટન

કેરળ-કાશ્મીરથી વિદેશ ગયેલા 100 જેટલા યુવાઓ આતંકી બન્યાની શંકા, ભારત પર હુમલામાં પાક.ને મદદ કરી શકે છે

એજન્સીઓના એલર્ટ બાદ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરનારા ગ્રાઉન્ડ વર્કર્સની શોધખોળ શરૂ કરાઇ

કાશ્મીર પર હુમલાની જવાબદારી કાબુલ એરપોર્ટના હુમલાખોર સંગઠન આઇએસકેપીના કમાંડર મુંશીબને સોંપાઇ

શ્રીનગર/ઇસ્લામાબાદ : અફઘાનિસ્તાન ઉપર આતંકી સંગઠન તાલિબાને કબજો કરી લીધા બાદ વિશ્વભરમાં આતંકવાદી હુમલા વધવાના  રિપોર્ટ સામે આવ્યા છે અને તેમાંથી ભારત બાકાત નથી.

તાલિબાને છોડેલા અને અફઘાનિસ્તાનમાં સક્રિય આઇએસ-ખુરાસન સંગઠનના આતંકીઓને પાક.ની જાસુસી સંસૃથા આઇએસએ પીઓકેમાં તૈનાત કરી દીધા છે. આ આતંકીઓને કાશ્મીરમાં ઘુસીને આૃથવા સરહદે મોટા હુમલા કરવાના આદેશ આઇએસઆઇએ આપ્યા હોવાનો ઘટસ્ફોટ એક ગુપ્ત રિપોર્ટમાં થયો છે. જેને પગલે સરહદે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 

ભારતની ગુપ્ત એજન્સીઓના જણાવ્યા અનુસાર પાક.ની સંસૃથા આઇએસઆઇ ઇસ્લામિક સ્ટેટ ખુરાસન (આઇએસકેપી)ના કેડર, તેના કમાંડર વગેરેને પીઓકેમાં મોકલી ચુકી છે. પીઓકેમાં આતંકી કેમ્પો ફરી ધમધમવા લાગ્યા છે. રિપોર્ટ અનુસાર જે આતંકીઓને પીઓકેમાં મોકલવામાં આવ્યા છે તેને હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાનની જેલોમાંથી છોડી મુક્યા છે. જેલોમાંથી છોડવામાં આવેલા આતંકીઓ પાકિસ્તાન આવી ગયા હતા. 

આઇએસકેપીના કમાંડર મુંશીબને કાશ્મીરમાં હુમલાની જવાબદારી સોપવામાં આવી છે. હાલ મુંશીબ કાશ્મીરમાં સક્રિય આતંકીઓની સાથે વાતચીત કરી રહ્યો છે અને હુમલાનું કાવતરૂ ઘડી રહ્યો છે. તે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર પણ સક્રિય થઇ ગયો છે.

અન્ય એક રિપોર્ટ અનુસાર ભારતમાંથી 25 જેટલા યુવાઓ અફઘાનિસ્તાન ગયા હતા અને બાદમાં તેઓ આ આતંકી સંગઠનમાં સામેલ થઇ ગયા હતા તેથી તેનો પણ હુમલાઓમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. જ્યારે અગાઉના રિપોર્ટ અનુસાર કાશ્મીરથી 60 જેટલા યુવાઓ ગુમ છે જેઓ પણ તાલિબાન સાથે સામેલ થઇ ગયા હોવાની શક્યતા છે. 

હાલમાં પાકિસ્તાન  સરહદે ઘણા દિવસોથી શાંતિ જોવા મળી રહી છે, એવામાં આઇએસના આતંકીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. જેની મદદ માટે પાકિસ્તાની સૈન્ય ગમે ત્યારે ગોળીબાર કરી શકે છે.  આ ઇનપુટ મળ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સૈન્ય ગ્રાઉન્ડ વર્કર્સની તપાસ કરી રહી છે. આ ગ્રાઉન્ડ વર્કર્સ આતંકીઓને હુમલા કરવામાં મદદ કરતા હોય છે પણ આમ નાગરિકોની જેમ જ રહે છે તેથી તેમને શોધવા પણ એક મોટો પડકાર છે. 

બીજી તરફ અન્ય દેશોની નજર પણ હવે અફઘાનિસ્તાન અને તાલિબાન પર છે. બ્રિટનની ગુપ્ત એજન્સી એમઆઇ-5ના પ્રમુખ કેન મૈક્કલમે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કટ્ટરવાદ અને આતંકવાદ મજબુત થઇ રહ્યો છે. જેનાથી એશિયા ઉપરાંત પશ્ચિમી દેશો પર પણ ખતરો વધ્યો છે. અલકાયદા દ્વારા વિમાન હાઇજેક કરીને અમેરિકાના વર્ડ ટ્રેડ સેંટર પર હુમલા થયા હતા તેવા હુમલા ફરી થઇ શકે છે. બ્રિટન, અમેરિકા જેવા તાકતવર દેશો પર ફરી મોટા હુમલા થઇ શકે છે.