×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હું પણ જોઉં છુ કોણ મને રોકે છે, દમ હોય તો રોકી બતાવોઃ હિંસક બનેલા શિવસૈનિકોને રાણેનો જવાબ

મુંબઈ,તા.24 ઓગસ્ટ 2021,મંગળવાર

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના આપેલા નિવેદન બાદ શિવ સૈનિકો હવે વિરોધમાં ઉતરી આવ્યા છે.

આજે શિવ સૈનિકોએ નાસિક ખાતે રાણેના કાર્યાલય પર પથ્થરમારો કર્યો છે. બીજી તરફ મુંબઈ ,પૂણે અને રત્નાગિરિમાં પણ શિવ સૈનિકો દેખાવો કરી રહ્યા છે. શિવસેનાનુ કહેવુ છે કે, નારાયણ રાણે બાદ તેમના પુત્ર નીલેશ રાણેએ પણ આક્રમક ટ્વિટ કર્યુ છે. જેનાથી શિવ સૈનિકો ગુસ્સામાં છે.

એ પછી નારાયણ રાણેએ આ બાબતે પ્રત્યાઘાત આપતા એક ટીવી ચેનલ સાથે વતાચીતમાં કહ્યુ છે કે, મને કોઈ હરતો ફરતો રોકી શકશે નહીં. જોઉં છુ મને કોણ રોકે છે.

હાલમાં જન આશીર્વાદ યાત્રા માટે રત્નાગીરીમાં આવેલા રાણેને શિવસૈનિકોએ અહીંથી બહાર નહીં નીકળવા દઈએ તેવી ધમકી આપી છે. જેના સંદર્ભમાં રાણેએ આ વિનેદન આપ્યુ છે. આ પહેલા રાણેએ પોતાની ધરપકડ અંગેના અહેવાલો પર કહ્યુ હતુ કે, હું કોઈ સામાન્ય માણસ નથી. નાસિકના પોલીસ કમિશનર રાષ્ટ્રપતિ નથી કે મારી ધરપકડના આદેશ આપી શકે. દિલ્હીમાં અમારી સરકાર છે. મે કોઈ ગુનો કર્યો નથી. મારી સામે કેસ થયો છે અને મને ખબર નથી. હું પણ જોઈશ કે શિવસેના કેટલુ ઉડી શકે છે. સીએમને જો ખબર ના હોય કે દેશ આઝાદ થયે કેટલા વર્ષ થયા છે તો આ તો દેશનુ અપમાન છે. કાન નીચે લગાવી દઈશ બોલવુ કોઈ ગુનો નથી.

દરમિયાન નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણે કહ્યુ છે કે, પોલીસ મને રત્નાગિરી જતા રોકી રહી છે. પોલીસ પાસે આવો કોઈ ઓર્ડર નથી. રાજ્ય સરકાર મનમાની ચલાવી રહી છે. દરમિયાન રાણેના જુહુ સ્થિત ઘરની બહાર ભાજપ કાર્યકરો અને યુવા સેના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. પોલીસે તેમને વીખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પૂણેમાં રાણેએ બનાવેલા મોલ પર શિવસેનાએ પથ્થરમારો કર્યો છે. નારાયણ રાણેના પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે.