×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"હું નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું": રાહુલ ગાંધી

Image: Twitter 


કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પ્રવેશી છે, રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના પગપાળા દિલ્હી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું, તમે પણ તમારા પ્રેમની નાની દુકાન ખોલો. પસંદ કરેલા લોકો નફરત ફેલાવી રહ્યા છે. અહિ યાત્રામાં ગરીબો, ખેડૂતો બધા હાથ પકડીને ચાલે છે. અમે કુલ 3000 કિલોમીટરથી વધુનું અંતર કાપી લીધુ છે. આ યાત્રામાં અહીં કોઈનો ધર્મ કે જાતિ પૂછવામાં આવી નથી."

રાહુલ ગાંધી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હરિયાણાના ફરીદાબાદમાં NHPC મેટ્રો સ્ટેશનથી શરૂ થઈ. ભારત જોડો યાત્રા સાંજે 4:30 વાગ્યે લાલ કિલ્લા પર પહોંચી રહી છે, જ્યાં રાહુલ ગાંધી ભાષણ આપશે. રાહુલ ગાંધીની આ મુલાકાતમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને વાહનો ભાગ લે તેવી શક્યતા છે. ભારત જોડો યાત્રામાં ભીડને જોતા ટ્રાફિક પોલીસે પણ લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.

આ રહેશે રૂટ 
ભારત જોડો યાત્રામાં સામેલ લોકો બપોરે આશ્રમ ચોક પાસેની ધર્મશાળામાં ભોજન અને આરામ કરશે. આ પછી યાત્રા નિઝામુદ્દીન, ઈન્ડિયા ગેટ સર્કલ, આઈટીઓ, દિલ્હી કેન્ટ, દરિયાગંજ થઈને લાલ કિલ્લા પહોંચશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સાથે પાર્ટીના ઘણા નેતાઓ રાજઘાટ, વીર ભૂમિ અને શક્તિ સ્થળ અને શાંતિ વન પહોંચીને શ્રદ્ધાંજલિ આપશે.

કોરોના અંગે દિશા નિર્દેશ 
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે, તેમની પાર્ટી સરકાર દ્વારા જારી કરાયેલ તમામ પ્રોટોકોલનું પાલન કરશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કોવિડને લઈને રાજનીતિ કરી રહી છે અને ભારત જોડો યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હી કોંગ્રેસે યાત્રામાં ભાગ લેનાર પાર્ટીના કાર્યકરો અને નેતાઓને માસ્ક પહેરીને આવવાની સૂચના આપી છે.