×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'હું આવી સ્થિતિમાં ન બોલી શકું', રાજનાથ સિંહ નારાજ થઈને પાછળની ખુરશી પર બેઠા, રજૂ કર્યું બિલ

image : Twitter


શુક્રવારે લોકસભાની કાર્યવાહી ભારે હોબાળા સાથે શરૂ થઇ હતી. જેના પરિણામે બિલ રજૂ કરવા પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નારાજ થઈ ગયા હતા. તેમણે આગળની ખુરશી છોડી પાછળ જવાનો નિર્ણય કર્યો. અગાઉ સ્પીકર ઓમ બિરલા પણ સત્તાપક્ષ અને વિપક્ષના વર્તનને લીધે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. તેમણે તો ગૃહમાં આવવાનો જ ઈનકાર કરી દીધો હતો. 

વિપક્ષના હોબાળાને લીધે ગુસ્સે થયા 

લોકસભામાં બિલ અંગે વાત રજૂ કરવાની તૈયારી કરી રહેલા રાજનાથ સિંહ બોલવા જ જતા હતા અને વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવી દીધો. નોબત એવી આવી ગઇ કે સાંસદ વેલમાં આવીને હોબાળો કરવા લાગ્યા. આ દરમિયાન સંરક્ષણ મંત્રીને જ્યારે બિલ રજૂ કરવા કહેવાયું તો તેમણે સ્પીકર પાસે પાછળ જતા રહેવાની પરવાનગી માગી. સિંહે કહ્યું કે મહોદય ભારે હોબાળો થઈ રહ્યો છે. તમે મંજૂરી આપો તો પાછળ જઈને મારી વાત કહું. 

હું આવી સ્થિતિમાં ન બોલી શકું 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મહોદય આવી સ્થિતિમાં મારી તરફથી વિચાર કરવો સંભવ નથી. હું અહીં નહીં બોલી શકું. તેમણે ડેપ્યુટી સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલ પાસે પાછળ જઈને બોલવાની મંજૂરી માગી. રાજનાથ સિંહે આંતર-સેવા સંગઠન (કમાન્ડ, નિયંત્રણ અને શિસ્ત) બિલ, 2023 રજૂ કર્યું હતુંઅને તે લોકસભામાં પસાર થઈ ગયું. તેમણે કહ્યું કે આ બિલ સૈન્ય સુધારાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.