×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ કોરોના પોઝિટિવ


શિમલા, તા. 19 ડિસેમ્બર 2022 સોમવાર

હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂને કોરોના થઈ ગયો છે. સોમવારે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ કોરોના પોઝિટિવ છે. સીએમ સુક્ખૂ દિલ્હીમાં છે અને સોમવારે તેમને શિમલા પાછુ ફરવાનુ છે. 

જાણકારી અનુસાર 18 ડિસેમ્બરે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જે બાદ મોડી સાંજે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમના ગળામાં ખારાશની તકલીફ હતી. 


હિમાચલના સીએમ દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. બાદમાં ત્યાંથી દિલ્હી પાછા ફર્યા હતા. દિલ્હીમાં સુક્ખૂએ બે દિવસમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અમુક પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી અને સાથે જ હિમાચલ કેબિનેટની રચનાને લઈને પણ મંથન કર્યુ. 

PM મોદી સાથે મુલાકાત

હિમાચલના સીએમ સુક્ખૂનું સોમવારે પીએમ મોદી સાથે મુલાકાતનું આયોજન હતુ. આ માટે પીએમઓ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો પરંતુ હવે સીએમ કોરોના પોઝિટિવ થઈ ગયા છે અને હવે પીએમ મોદી સાથે સીએમની મુલાકાત થઈ શકશે નહીં. સાથે જ એ વાત પર પણ શંકા છે કે સીએમ શિમલા પાછા ફરશે કે દિલ્હીમાં જ રહેશે. જોકે, એવુ જણાવાઈ રહ્યુ છે કે તેઓ દિલ્હીમાં જ હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેશે.