×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમવર્ષા બની આફત, હિમાચલ પ્રદેશમાં 300થી વધુ રસ્તા બંધ


શિમલા, તા. 21 જાન્યુઆરી 2023 શનિવાર

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તારોમાં હિમવર્ષાનો સમય ચાલુ છે. પહાડો પર હિમવર્ષાનો સમય શરૂ થવાની સાથે જ પર્યટક મોટી સંખ્યામાં હિમવર્ષાનો આનંદ લેવા પહોંચી રહ્યા છે. જોકે આ સાથે જ આફત પણ વધી છે. રસ્તા પર ગાડીઓ ઓછી થઈ ગઈ છે અને પારો ગગડ્યો તો ઠંડક પણ વધી ગઈ છે.

અહીં શુક્રવારથી જ પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો સમય ચાલુ છે. લાંબા સમયથી રાજ્યમાં ડ્રાય સ્પેલ ચાલતો હતો, જે બાદ હવે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. આની અસર આગામી 26 જાન્યુઆરી સુધી જોવા મળશે. હાલ સહેલાણીઓ પણ હિમવર્ષાનો આનંદ ઉઠાવી રહ્યા છે. 


ગાડીઓ, રસ્તા અને ઘરની છત પર પથરાઈ બરફની મોટી ચાદર

હિમાચલ પ્રદેશના ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. મનાલી, કુલ્લુ, રોહતાંગ અને અમુક વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ચૂક્યા છે. સતત હિમવર્ષા બાદ હવે લોકોની મુશ્કેલી વધવા લાગી છે. ઉચ્ચ વિસ્તારોના રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે. 

મનાલી અને આસપાસના વિસ્તારોમાં તો ગંભીર પરિસ્થિતિ છે. ગાડીઓ, રસ્તા અને ઘરની છત પર બરફની મોટી ચાદર પથરાઈ ચૂકી છે. રસ્તા પર બરફ જ બરફ છે. ભારે હિમવર્ષાના કારણે અટલ ટનલને પણ બંધ કરી દીધી છે. જાણકારી અનુસાર હિમાચલમાં લગભગ 350 રસ્તા બંધ કરવી પડી છે.