×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'હિન્દુ-મુસ્લિમ એકતાની વાત ભ્રામક, બધા ભારતીયોનું DNA એક જ છે' : મોહન ભાગવત

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે તમામ ભારતીયોના ડીએનએ એક જ છે, પછી ભલે તે ગમે તે ધર્મનાં લોકો હોય, તે સાથે જ તેમણે કહ્યું  કે હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણ કે તે અલગ નથી, પરંતુ એક છે. પૂજા કરવાની રીતને આધારે લોકોમાં ભેદભાવ કરી શકાતો નથી. જો તેઓ માને છે કે તેઓ એકબીજા સાથે સંકળાયેલા નથી, તો પછી તે બંને મુશ્કેલીમાં મુકાય છે. હકીકતમાં, ડો. ખ્વાજા ઇફ્તીકાર અહમદ દ્વારા લખાયેલ પુસ્તક 'ધ મીટિંગ્સ ઓફ માઇન્ડ્સ: એ બ્રિજિંગ ઇનિશિયેટિવ' પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમને સંબોધન કરતી વખતે RSS પ્રમુખે આ વાત કહી છે.

તેમણે કહ્યું, 'સંઘ રાજકારણથી દૂર રહે છે. લિંચિંગ કરનારા હિન્દુત્વની વિરુદ્ધ છે. મેં દિલ્હીના ભાષણમાં પણ કહ્યું હતું કે જો કોઈ હિન્દુ કહે છે કે એક પણ મુસ્લિમ અહીં ન રહેવો જોઇએ તો તે હિન્દુ હિન્દુ જ નહીં રહે અને આ વાત મેં પહેલી વાર નથી કહીં, આ તો પરંપરા જ ચાલી આવે છે,  આજે મને સંઘનાં સર્વોચ્ચ સ્થાન પર રાખવામાં આવ્યો છે, ત્યારે હું બોલું છું એવું નથી, પરંતું આવું શરૂઆતથી કહેવામાં આવ્યું છે, પરંતું સંઘ ત્યારે નાનો હતો એટલે તેની વાત સાંભળવામાં આવતી નહોતી. આપણા બધાના પૂર્વજો સમાન છે. સ્વાર્થ જુદા હશે પણ સમાજ એક છે.

મતોનાં રાજકારણમાં અમે નથી પડતા: મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે, 'અમે મતોના રાજકારણમાં પડતા નથી. રાષ્ટ્રમાં શું થવું જોઈએ તે વિશે અમારા કેટલાક વિચારો છે. હવે જો એક તાકાત બની છે તો તે કામ આવે એટલે ચૂંટણીમાં પણ એટલી જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. અમે રાષ્ટ્રીય હિતના પક્ષધર છીએ. આપણે લોકશાહીમાં છીએ. ત્યાં હિન્દુઓ અથવા મુસ્લિમોનું વર્ચસ્વ હોઈ શકતું નથી. ફક્ત ભારતીયોનું જ પ્રભુત્વ હોઇ શકે છે. તે સાબિત થઇ ચુક્યું છે કે આપણે છેલ્લા 40,000 વર્ષોથી એક જ પૂર્વજનાં વંશજો છીએ. હિન્દુઓ અને મુસ્લિમો બે જૂથો નથી, એક થવાનું કંઈ નથી, તેઓ પહેલેથી જ એકજુથ છે.