×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાવર્ડ યુનિ. કાર્યક્રમઃ વિદેશ મંત્રીનું મ્યુઝિક કનેક્શન, અમેરિકન આલ્બમ સાંભળતા હોવાનો ખુલાસો


- જયશંકરના કહેવા પ્રમાણે તેમણે જે પહેલું વિદેશી મ્યુઝિક સાંભળ્યું હતું તે અમેરિકી આલ્બમ ધ હિટમેકર્સ હતું

વોશિંગ્ટન, તા. 13 એપ્રિલ 2022, બુધવાર

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) અને અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken) મંગળવારે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ દરમિયાન જયશંકર અને એન્ટની બ્લિંકન અમેરિકી વિદ્યાર્થીઓના એક જૂથને મળ્યા હતા. આ પ્રસંગે અમેરિકી વિદ્યાર્થીઓએ બંને દેશના નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. એસ. જયશંકરે વિદ્યાર્થીઓ સમક્ષ વિદેશ સંબંધી મામલાઓમાં રૂચિ અંગે પોતાના જીવનની અનેક વાતો શેર કરી હતી. 

વર્ષ 2019-2020ના ગ્લોબલ સિટીઝન યર ઈન્ડિયા ફેલો અને આંતરરાષ્ટ્રીય વિષયો પર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી એન્જેલ બ્રાયને આ બંને નેતાઓને સવાલ કર્યો હતો કે, તમે ક્યારથી આંતરરાષ્ટ્રીય મામલાઓમાં રૂચિ લેવા લાગ્યા હતા? જવાબમાં ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, મને લાગે છે કે તેનું એક કારણ કદાચ સંગીતમાં રૂચિ હતી તે પણ હતું. જ્યારે તમે સંગીત સાંભળો છો ત્યારે તમે વિચારો છો કે, સંગીતના પ્રકાર કેટલા છે, કેવા-કેવા લોકો છે, વગેરે..

જયશંકરના કહેવા પ્રમાણે તેમણે જે પહેલું વિદેશી મ્યુઝિક સાંભળ્યું હતું તે અમેરિકી આલ્બમ ધ હિટમેકર્સ (The Hitmakers) હતું. તેઓ Spotify પર મ્યુઝિક સાંભળ્યા કરતા હતા. 

આંતરરાષ્ટ્રીય મામલાઓમાં રૂચિ મામલે જણાવ્યું કે, સ્કુલ કે વિશ્વવિદ્યાલયોમાં કશુંક અજીબ બને છે ત્યારે હકીકતમાં તે એક્સાઈટમેન્ટ આપે છે. આ તમામ બાબતો મને પ્રેરિત કરતી હતી. 

ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે ચોથી 'ટુ પ્લસ ટુ' મંત્રીસ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં બંને પક્ષોએ યુક્રેન સહિતની વર્તમાન પ્રસંગો અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વધી રહેલી ચીનની સૈન્ય ગતિવિધિઓ વચ્ચે આ ક્ષેત્રમાં પોતાના સહયોગની પણ સમીક્ષા કરી હતી. 

'ટુ પ્લસ ટુ' વાર્તામાં વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન અને તેમના ભારતીય સમકક્ષો એસ. જયશંકર અને રાજનાથ સિંહ સહભાગી બન્યા હતા.