×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાર્દિક પટેલને રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2022, મંગળવાર

2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે.  હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમની રાહત બાદ હાર્દિક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે.

હાર્દિક પટેલે 2015માં પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલનને કારણે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી. હાર્દિકને ટ્રાયલ કોર્ટ દ્વારા તોફાનોમાં તેની ભૂમિકા માટે અગ્નિદાહ, મિલકતને નુકસાન અને ગેરકાયદેસર એસેમ્બલીના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતા લડી શક્યા. ત્યારબાદ તેમણે સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 

હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી એ અધિકારનું ઉલ્લંઘન છે. હાર્દિક પટેલે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ ગંભીર હત્યારો નથી પોલીસે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે.