×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાઇકોર્ટની ઝાટકણી બાદ તંત્ર હરકતમાં : અમદાવાદમાં કેટલા બેડ ખાલી છે તે જાહેર કર્યુ, આધારકાર્ડ અંગે પણ સ્પષ્ટતા

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત માટે ઘાતક સાબિત થઇ છે. રાજ્યમાં અત્યારે મડિકલ ઇમરજન્સી ઉભી થઇ છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં તો સ્થિતિ ભયાવહ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, ઓકેસ્જન નથી અને દવા પણ નથી. આ બધુ ઓછુ હોય તેમ લોકો પાસે સાચી માહિતિ પણ નથી. જેથી લોકો બિચારા આ બધી વસ્તુઓ માટે આમથી તેમ ભટકીને હેરાન થઇ રહ્યાછે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનવણીમાં કોર્ટે સરકારને આ માટે ફટકાર લગાવી છે.

ત્યારબાદ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવ્યા છે. હાઈકોર્ટની લપડાક બાદ પ્રશાસન દ્વારા હોસ્પિટલ અને તેમાં ખાલી બેડ અંગે ખુલાસો કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન દ્વારા 168 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો અને 180 નર્સિંગ હોમને ડીસીએચસી તરીકે નિયુક્ત કર્યા છે તેવો ખુલાસો કર્યો છે. તો બીજી તરફ 34 જેટલી હોસ્ટેલો અને હોટલોને પણ કોવિડ કેર સેન્ટર તરીકે તૈયાર કરી છે તેવું જણાવવામાં યઆવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકારે અમદાવાદ શહેરમાં કેટલા બેડ ઉપલબ્ધ છે તે પણ જાહેર કર્યુ છે.

પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં તેમણે 15 હજાર કરતા વધારે બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. માર્ચ મહિનામાં આ સંખ્યા 7500ની આસપાસ હતી. છેલ્લા 45 દિવસમાં વધુ 7500 બેડ ઉમેર્યા છે તેવું જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સ્થળોએ 2 હજારથી વધુ ઓક્સિજન બેડ ઉમેરવામાં આવ્યા છે. 

ક્રમ

હોસ્પિટલ

ઓક્સિજન+ આઈસીયુ

1

 અસારવા સિવિલ(મેડિસિટી) અને સોલા

36

2

એએમસી સંચાલિત ચાર હોસ્પિટલ

37

3

ખાનગી હોસ્પિટલો (168)

28

4

વિવિધ નર્સિંગ હોમ્સ (186)

51

સાથે તેમણે જણાવ્યું કે હાલમાં અમદાવાદ શહેર સિવાયના 800 જેટલા દર્દીઓ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિણામે શહેરની મોટાભાગની હોસ્પિટલો જોવી કે સોલા સિવિલ તેમજ AMC  સંચાલિત એસવીપી, વીએસ, એલજી અને શારદાબેન હોસ્પિટલ હાલ દર્દીઓથી સંપૂર્ણ ભરેલી છે.

AMCએ જણાવ્યું કે આજની તારીખ સુધીમાં અમદાવાદ શહેરની તમામ હોસ્પિટલોમાં કોવિડ સારવાર માટે ફક્ત 152 ઓક્સિજન+ આઈસીયું બેડ ઉપલબ્ધ છે. સાથે સાથે ખુલાસો કર્યો કે 25 હજારથી વધુ કોરોના વોરિયર્સની નિમણૂંક કરી છે.

આ સિવાય આધારકાર્ડ અંગે પણ હાઇકોર્ટે કોર્પોરેશન અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતા. એએમસી દ્વારા એવું જાહેર કરાયું હતું કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં માત્ર અમદાવાદનું આધારકાર્ડ હોય તેમને જ સારવાર મળશે. આ નિયમનો ભારે વિરધ થઇ રહ્યો છે. ત્યારે હવે એએમસી દ્વારા તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

એએમસીએ કહ્યું કે માત્ર કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં મનપા કોટા માટે જ આધારકાર્ડ જરૂરી છે. 20% કોર્પોરેશન કોટાની ફેસિલિટી AMCના નાગરિકો માટે જ હોવાથી આધારકાર્ડ પર નાગરિકોને સારવાર આપવામાં આવે છે. હાલ અમદાવાદમાં 350 હોસ્પિટલ/નર્સિંગ હોમ્સમાં કુલ 1200 દર્દીઓ મનપા કોટા હેઠળ સારવાર લઇ રહ્યા છે. જ્યારે અન્ય 4 રાજ્ય અને ગુજરાતના વિવિધ જિલ્લાના મળી કુલ 800 દર્દીઓ અમદાવાદ ની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.