×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે સાઈઝની કન્ફ્યુઝનનો આવશે અંત, ભારતીયોની કદ-કાઠી પ્રમાણે બનશે વસ્ત્રો


- સર્વેમાં સામેલ થનારા સહભાગીઓનું માપ 3D બોડી સ્કેનર ટેક્નોલોજી દ્વારા લેવામાં આવી રહ્યું છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. 

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ, 2021, શુક્રવાર

કપડાં ખરીદતી વખતે સૌથી મોટી મુશ્કેલી સાઈઝની પસંદગી કરવાની આવે છે. હંમેશા એવું જોવા મળતું હોય છે કે, USની મીડિયમ સાઈઝના કપડાં ભારતમાં ઉંચી કદ-કાઠી ધરાવતા લોકોને થઈ રહે છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ આ મુશ્કેલીનો અંત આવશે. હવે ભારતના લોકો પર એક એવો સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ભારતીયોની કદ-કાઠીનું માપ લઈને દેશમાં તે પ્રમાણે કપડાં બનાવવામાં આવશે. ભારત સરકારે ગુરૂવારે સત્તાવાર રીતે INDIAsize નામનો એક સર્વે લોન્ચ કરી દીધો હતો. 

યુરોપના લોકો સાથે તુલના કરીએ તો ભારતીયોની શારીરિક રચના ખૂબ જ અલગ હોય છે. ભારતીયોના હાથ યુરોપિયન્સ જેટલા લાંબા નથી હોતા. અનેક ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સના કપડાં ફક્ત ખોટા ફીટિંગ અને સાઈઝના કારણે પાછા આપવામાં આવે છે જેથી કંપનીઓને પણ નુકસાન જાય છે. ભારતીયોની કદ-કાઠી પ્રમાણે કપડાં બનાવવામાં આવશે એટલે આ બધી જ સમસ્યા દૂર થઈ જશે. 

કાપડ મંત્રાલય અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ ટેક્નોલોજી (NIFT) દ્વારા સંયુક્તરૂપે આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેનો ઉદ્દેશ્ય રેડી ટુ વેર કપડાંના ક્ષેત્રે ભારત માટે એક નવો સ્ટાન્ડર્ડ સાઈઝ ચાર્ટ રજૂ કરવાનો છે. એક રીતે ફેબ્રુઆરી 2019માં આ સર્વેની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. હાલ ભારતના 6 શહેરોમાં આ સર્વેની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ, શિલોંગ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. હાલ ફક્ત 18 દેશો પાસે તેમનો પોતાનો સાઈઝ ચાર્ટ છે. આ સર્વે બાદ ભારત પણ પોતાના સાઈઝ ચાર્ટ પર કામ શરૂ કરી દેશે. 

આ સર્વેમાં સામેલ થનારા સહભાગીઓનું માપ 3D બોડી સ્કેનર ટેક્નોલોજી દ્વારા લેવામાં આવી રહ્યું છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. સર્વેમાં રાષ્ટ્રીય આકાર સર્વેક્ષણના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. થોડાં મહિનાઓમાં જ 6 સર્વેના પરિણામો આવી જશે અને 2022ના અંત સુધીમાં દેશભરમાં સર્વે પૂરો કરવામાં આવશે. નવા સાઈઝ સર્વેને ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ અસોશિએશન ઓફ ઈન્ડિયા (CMAI)નું સમર્થન મળ્યું છે. તે સિવાય આંતરરાષ્ટ્રીય કપડાંની બ્રાન્ડ્સને સદસ્યા લેવાની અને નવા સાઈઝ ચાર્ટનું પાલન કરવાની પણ યોજના છે.