×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે વધુ એક રાજ્યમાં 14 દિવસનુ લોકડાઉન, મંગળવારે રાત્રે 9 વાગ્યાથી અમલ

નવી દિલ્હી,તા.26.એપ્રિલ,2021

કર્ણાટકમાં પણ કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યુ છે ત્યારે હવે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

આ સંજોગોમાં કર્ણાટક સરકારે રાજ્યમાં 14 દિવસનુ લોકડાઉન નાંખવાની જાહેરાત કરી દીધી છે.આ લોકડાઉન મંગળવારે રાત્રે નવ વાગ્યાથી શુ થશે અને આ દરમિયાન માત્ર જરુરિયાત માટેની સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ અવર જવરની પરવાનગી અપાશે.જોકે આ માટે પણ સમય નક્કી કરાયો છે.આવી સેવાઓ સાથે જોડાયેલા લોકો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ બહાર નીકળી શકશે.

આમ દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ હવે વધુ એક રાજ્યે પણ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે લોકડાઉનના વિકલ્પનો સહારો લીધો છે.રાજસ્થાનમાં પણ લોકડાઉન જેવા જ આકરા નિયંત્રણો લાગુ કરાયેલા છે.જ્યારે ગુજરાતમાં રુપાણી સરકાર લોકડાઉન લાગુ કરવાનો હાલ તો ઈનકાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએમ મોદીએ દેશવ્યાપી સંબોધનમાં પણ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, લોકડાઉનને રાજ્ય સરકારોએ આખરી વિકલ્પ તરીકે જોવુ જોઈએ.