×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે મહિલાઓ માટે આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં નહીં કરી શકાય : સુપ્રીમે નવી હેન્ડબુક લોન્ચ કરી, જુઓ યાદી

નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે મોટી પહેલ કરી છે. મહિલાઓ અંગેની દલીલ અને નિર્ણયોમાં સ્ટીરિયોટાઈપ એટલે કે રૂઢીવાદી શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં... આ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે જેંડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી છે.

અગાઉ 8મી માર્ચે મહિલા દિવસે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવાયું હતું કે, કાયદાકીય મામલાઓમાં મહિલાઓ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ નહીં કરી શકાય, તે માટે ટુંક સમયમાં ડિક્શનરી આવશે... હવે આ આજે લોન્ચ કરી દેવામાં આવી છે. લોન્ચિંગ પ્રસંગે સીજેઆઈએ કહ્યું કે, આ હેન્ડબુકથી જજો અને વકીલોને સમજવામાં સરળતા રહેશે કે, કયા શબ્દો રુઢિવાદી છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

જેન્ડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુકમાં શું છે ?

સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે, આ હેન્ડબુકમાં મહિલાઓ માટે ઉપયોગ કરાતા વાંધાજનક શબ્દોની યાદી છે, જેની સામે ઉપયોગમાં લઈ શકાય તે નવા શબ્દો દર્શાવાયા છે. આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં દલીલ આપવા, આદેશ અને આદેશની કોપીમાં ઉપયોગ કરી શકાશે. આ હેન્ડબુક વકીલો ઉપરાંત જજો માટે પણ જારી કરાઈ છે. આ હેન્ડબુકમાં તે શબ્દો પણ સામેલ છે, જેનો અગાઉ કોર્ટમાં ઉપયોગ કરાયો છે. હવે આ શબ્દો ખોટા કેમ છે અને આ શબ્દો કાયદાને કેવી રીતે બગાડી  શકે છે, તે અંગે દર્શાવાયું છે.

જાગૃતિ લાવવા માટે હેન્ડબુક બનાવાઈ : CJI

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, આ હેન્ડબુક બનાવવાનો ઉદ્દેશ્ય કોઈના નિર્ણયની ટીકા કરવાનો નહીં, પરંતુ એ કહેવાનો છે કે, અજાણતા કઈ રુઢિવાદી પરંપરા ચાલતી આવી છે. કોર્ટનો ઉદ્દેશ્ય એ બતાવવાનો છે કે, રૂઢિવાદી શું છે અને તેનાથી શું નુકસાન છે... આ સાથે જ મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાના ઉપયોગથી પણ બચી શકાશે. આ હેન્ડબુકને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ટુંક સમયમાં અપલોડ કરવામાં આવશે.

અહીં જુઓ લિસ્ટ...

કલકત્તા હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલ શબ્દાવલિ

સીજેઆઈ ચંદ્રચુડ આ કાયદાકીય શબ્દાવલિ કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચારની આગેવાની હેઠળની સમિતિએ તૈયાર કરી છે. આ સમિતિમાં નિવૃત્ત પ્રભા શ્રીદેવન અને જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સને સામેલ હતા.