×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે તેઓ અન્ના હજારેના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છેઃ કેજરીવાલ


- ભાજપ કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છેઃ કેજરીવાલ

નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર

વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેએ પોતાના એક સમયના સાથીદાર એવા આપના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જે ખૂબ ચર્ચિત બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે પત્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. 

કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ અન્ના હજારેએ પ્રથમ વખત પત્ર લખીને તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પત્રની શરૂઆતમાં અન્ના હજારેએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની લિકર પોલિસી મામલે જે સમાચારો સામે આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે. 

 કેજરીવાલના આરોપ પ્રમાણે આપ સરકારને બદનામ કરવા માટે ભાજપ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યું છે. અન્ના હજારે દ્વારા લગાવવામાં આરોપો બાદ કેજરીવાલે જણાવ્યું કે, 'તેઓ (ભાજપ) કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છે. જનતા ભાજપનું નથી સાંભળી રહી અને હવે તેઓ અન્ના હજારેજીના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છે. રાજકારણમાં આ સામાન્ય વાત છે.'

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા મામલે કેજરીવાલે જણાવ્યું કે, 'જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં આવીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની તપાસ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. સીબીઆઈએ પોતાની તમામ તપાસ પૂરી કરી. મનીષ સિસોદિયાની 14 કલાક સુધી પુછપરછ કરી. તેમણે સવાલનો સંતોષકારક જવાબ આપ્યા. તેમને લોકરમાં પણ કશું ન મળ્યું. માટે તેમને ઔપચારિક ક્લીન ચિટ આપી દેવાઈ.'

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ ઉપર ગુરૂ અન્ના હઝારે તૂટી પડ્યા