×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે ચંદ્રયાન-3 ફક્ત 25 કિ.મી. દૂર, 23મીએ સફળ લેન્ડિંગ કરે તેવી આશા, ભારત રેકોર્ડ સર્જવાની અણીએ

Twitter


વિક્રમ લેન્ડર હવે ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે. બીજી તરફ રશિયાનું લુના-25 મૂન મિશન ટેક્નિકલ ખામીને કારણે રસ્તો ભટકી ગયું છે. રશિયન સ્પેસ એજન્સી તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો રશિયાના મિશનમાં કોઈ ભૂલ થશે તો તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્રની સપાટી પર ઉતરી શકશે નહીં. તે ભારત માટે ગર્વની વાત હશે.

વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થઈ ગયા હતા 

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે 17 ઓગસ્ટ 2023ના રોજ પ્રોપલ્શન મોડ્યુલ છોડી દીધું હતું. તે પોતે જ આગળ ચાલી રહ્યું હતું. તે અલગ રસ્તે આગળ વધ્યું. આ રીતે તે ચંદ્રની નજીક પહોંચી ગયો છે. 18 ઓગસ્ટની બપોર પહેલા, વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં હતા. પરંતુ 4 વાગ્યાની આસપાસ બંનેનો રસ્તો બદલાઈ ગયો હતો.

વિક્રમ લેન્ડરનું લક્ષ્ય આગામી સમયમાં 24 કિમી સુધી પહોંચવાનું

આ પછી, વિક્રમ લેન્ડર 113 કિમી x 157 કિમીની કક્ષામાં આવ્યું. ત્યારે તેનું અંતર ચંદ્રની જમીનથી માત્ર 113 કિલોમીટર બાકી હતું. એટલે કે વિક્રમ 113 કિ.મી.વાળા પેરિલ્યુન અને  157 કિ.મી.વાળા એપોલ્યૂનમાં હતું. પેરિલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી વધારે અંતર. હાલના સમયે વિક્રમ લેન્ડર વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે કે તે રેટ્રોફાયરિંગ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર હવે તેની ઉંચાઈ ઘટાડવાની સાથે સ્પીડ ધીમી કરી રહ્યું છે. પહેલેથી જ તૈયારી એવી હતી કે 20 ઓગસ્ટની રાત્રે ડિબૂસ્ટ કર્યા બાદ વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 24થી 30 કિમીના અંતરે પહોંચે.

છેલ્લી ભ્રમણકક્ષા ક્યારે બદલાઈ હતી? 

ચંદ્રની આસપાસ ચંદ્રયાન-3ની છેલ્લી ભ્રમણકક્ષા 16 ઓગસ્ટ 2023ના રોજ બદલવામાં આવી હતી. જ્યારે લોન્ચિંગ થયું ત્યારે ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન-3ને 100 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. તે પછી પ્રોપલ્શન અને વિક્રમ લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. પણ આ વખતે એવું ન થયું. 2019માં પણ ચંદ્રયાન-2ને 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાની વાત થઈ હતી. પરંતુ તમામ કામ નિયત યોજના મુજબ થતા નથી.  એકવાર વિક્રમ લેન્ડરને 24 અથવા 30 કિમીની ભ્રમણકક્ષા મેળવશે, પછી ISRO માટે સૌથી મુશ્કેલ તબક્કો શરૂ થશે. એટલે કે સોફ્ટ લેન્ડિંગ.