×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે

Image : Official

અમદાવાદ, 31 માર્ચ 2023, શુક્રવાર

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાઓ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થયા બાદ હવે સુપ્રીમકોર્ટના ચૂકાદા પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. હાઈકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી વકીલ, નાગરીકોને સુપ્રીમકોર્ટના ચૂકાદા વાંચવામાં અને તેને સમજવામાં મદદ મળશે.  

ખાસ સોફ્ટવેરના માધ્યમથી ચૂકાદાને અપલોડ કરાશે

ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ગુજરાતીમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પરના હોમ પેઈજ પરના નવા સેક્શનમાં હાઈકોર્ટના ટ્રાન્સલેશન દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ગુજરાતી ભાષામાં અપલોડ કરવામાં આવશે. સુપ્રીમકોર્ટના આ ચૂકાદાઓ આઈટી સેલના એક ખાસ ડેવલપ કરાયેલા સોફ્ટવેરના માધ્યમથી અપલોડ કરવામાં આવશે.

આ પહેલા ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ મુકવામાં આવ્યા હતા

આ પહેલા ગુજરાતના નાગરિકોને ચુકાદાઓ સરળતાથી સમજાય જાય તે માટે હાઇકોર્ટના ચુકાદાઓ ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ નિર્ણય કર્યો હતો. પહેલા આ ચુકાદાઓ ફક્ત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હતા, પરંતુ સામાન્ય નાગરિક પણ સામાજિક મુદ્દાઓ પર કોર્ટનું જજમેન્ટ જાણી શકે અને સમજી શકે તે માટે ટ્રાન્સલેશન સોફ્ટવેરની મદદથી તેમાં સુધારા કર્યા બાદ આ મુદ્દાના ચુકાદાઓને હાઈકોર્ટની વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. આ નિર્ણય મહાત્મા ગાંધીના જન્મ દિવસ એટલે કે 2જી ઓકટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો હતો.