×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવામાં ઉડતા વિમાન, ડ્રોનને તોડી પાડતી મિસાઈલનુ ભારતે કર્યુ સફળ પરિક્ષણ


નવી દિલ્હી, તા. 27. માર્ચ. 2022 રવિવાર

ભારતે જમીન પરથી હવામાં માર કરનારી મધ્યમ અંતરની મિસાઈલનુ વધુ એક સફળ પરિક્ષણ કર્યુ છે.

ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી આ મિસાઈલનુ સવારે 10-30 વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યુ હોવાની જાણકારી ડીઆરડીઓએ આપી છે.ડીઆરડીઓનુ કહેવુ છે કે, પરિક્ષણ સફળ રહ્યુ છે અને હવામાં રહેલા ટાર્ગેટને મિસાઈલે સફળતાપૂર્વક ભેદી બતાવ્યુ છે.

આ પરિક્ષણ પહેલા ભારતે 23 માર્ચે જમીન પરથી જમીન પર માર કરનારી બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલનુ પણ સફળ ટેસ્ટિંગ કર્યુ હતુ.જેમાં મિસાઈલે પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક હીટ કરી બતાવ્યો હતો.

મિડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનુ વજન 275 કિલો હોય છે.તેની લંબાઈ 4.5 મીટર છે.તેના પર 60 કિલોનુ વોરહેડ ફિટ કરી શકાય છે.બીજા શબ્દોમાં કહેવાય તો 60 કિલો વજનનો બોમ્બ તેના પર ફિટ કરાય છે.

તેની રેન્જમાં આવનાર કોઈ પણ જાતનુ પ્લેન, ડ્રોન કે મિસાઈલને આ મિસાઈલ તોડી પાડે છે.ખરાબ હવામાનમાં પણ તે 70 કિલોમીટરની રેન્જમાં હવામાં ઉડતા કોઈ પણ ઓબ્જેક્ટને વિંધી નાંખવા માટે સક્ષમ છે.આ પહેલા પણ તેના સંખ્યાબંધ ટેસ્ટ થઈ ચુકયા છે.

મિસાઈલ સાથે કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ, ટ્રેકિંગ રડાર, મિસાઈલ અને તેને લોન્ચ કરવા  માટેનો મોબાઈલ  લોન્ચર હોય છે.