×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવાઈ મુસાફરીમાં શ્વાસ અદ્ધર : Go Airની વધુ બે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, જાનહાનિ ટળી

અમદાવાદ,તા.19 જુલાઈ 2022,મંગળવાર

ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની અને હવે આજે મળતી પ્રમાણે ગોએરના વિમાનોમાં પણ ટેક્નિકલ ખામીઓ સર્જાતા એકાએક લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.

રિપોર્ટ અનુસાર ફ્લાઇટ VT-WGA G8-386એ મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી.  GoAir A320 એરક્રાફ્ટના બીજા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તેને દિલ્હી તરફ ડાયવર્ટ કરવું પડ્યું હતું. ગોએરની અન્ય એક ફ્લાઇટ VT-WG G8-6202, જેણે શ્રીનગરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, તેને એન્જિન ઓવરલોડને કારણે દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવવું પડ્યું હતું. DGCAએ આ જાણકારી આપી છે.

આ પહેલા 5 જુલાઈએ દિલ્હીથી પટના જઈ રહેલી GoAirની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઈટ બપોરે 1.50 વાગ્યે પટના પહોંચવા છતાં એરપોર્ટ પર લેન્ડ થઈ શકી નહોતી. કેપ્ટને પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવાની ના પાડી દીધી, જેના કારણે ફ્લાઈટને પાછી દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા પટના મોકલવામાં આવ્યા હતા.

ટેક્નિકલ ખામીઓનો વરસાદ :

છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાક્રમને ધ્યાને રાખીને દેશના એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ સ્પોટ ચેકિંગ કર્યું અને ઘણી ખામીઓ જોવા મળી છે. 

હવે DGCA એ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરક્રાફ્ટની સુરક્ષાને લઈને એરલાઈન્સના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ સોમવારે આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી.