×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હરિયાણા : નૂંહ હિંસા બાદ ફરી બ્રિજમંડળ યાત્રા યોજવાની તૈયારી, હિન્દુ મહાપંચાયતનો નિર્ણય

નૂંહ, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર

હરિયાણાના નૂંહમાં ફરી બ્રિજમંડળ યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પલવરમાં યોજાયેલી હિંન્દુ મહાપંચાયતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપંચાયતમાં કહેવામાં આવ્યું કે, આ મહિને 28 ઓગસ્ટે ફરી બ્રિજમંડળ યાત્રા કાઢવામાં આવશે. જોકે યાત્રાની તારીખો આગળ-પાછળ થવાની સંભાવના છે. નૂંહમાં ગત મહિને 31મી જુલાઈએ બ્રિજમંડળ યાત્રા દરમિયાન ભારે હિંસા થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા.

નૂંહ હિંસા અંગે હિંન્દુ મહાપંચાયતો કરી મોટી માંગ

હિંન્દુ મહાપંચાયતમાં જણાવાયું કે, નૂંહ હિંસાની NIA તપાસ થાય... હિંસામાં મૃત્યુ પામેલાના પરિવારને એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવે. ઈજાગ્રસ્તોને 50 લાખ રૂપિયા આપવામાં આવે... હિંસામાં જે લોકોનું નુકસાન થયું છે, તેનો સર્વે કરાવી વળતર આપવાની પણ માંગ કરી છે. ઉપરાંત ગેરકાયદે ઘૂસણખોરોને રાજ્યમાંથી બહાર કાઢવામાં આવે.... બાંગ્લાદેશી અને રોહિંગ્યાને રાજ્યમાંથી બહાર કાઢવામાં આવે... નૂંહ જિલ્લા અથવા આસપાસના ગામના લોકોને આર્મ્સ લાયસન્સ આપવામાં આવે. વિસ્તારમાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરવામાં આવે, મેવાતમાં હેડક્વાર્ટર બનાવવામાં આવે. જેમણે હિંસા ભડકારી છે, તે લોકોની ઓળખ કરવામાં આવે... ઉપરાંત તે લોકોના ઘરો તોડી પાડવામાં આવે. ભડકાઉ ભાષણ પ્રતિબંધીત છે.... અમારી ટીમ દરેક વ્યક્તિ પર નજર રાખશે અને કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ દેખાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

મહાપંચાયતમાં ભડકાઉ ભાષણબાજી

મહાપંચાયતમાં હરિયાણાના ગૌરક્ષણ દળના આચાર્ય આઝાદ શાસ્ત્રીએ આને ‘કરો યા મરોની સ્થિતિ’ કહી અને યુવાનોને હથિયારો ઉઠાવવા કહ્યું. શાસ્ત્રીએ કહ્યું કે, આપણે તુરંત મેવાતમાં 100 હથિયારોનું લાયસન્સ લેવું જોઈએ, બંદુકોનું નહીં પણ રાફલોનું... કારણ કે રાયફલ લાંબા અંતરનું ફાયરિંગ કરી શકે છે... આ કરો યા મરોની સ્થિતિ છે... આ દેશનું વિભાજન હિંન્દુ અને મુસલમાનના આધારે થયું હતું... તેમણે યુવાઓને એફઆઈઆરથી ન ડરવાનું પણ કહ્યું... આપણે એફઆઈઆરથી ડરવાનું નથી... મારી વિરુદ્ધ પણ એફઆઈઆર છે, પણ આપણે ડરવું ન જોઈએ...

નૂંહ હિંસામાં 6 લોકોના મોત

સર્વ હિન્દુ સમાજ દ્વારા નૂંહ સીમા નજીક આવેલા પલવર જિલ્લાના પોંડરી ગામમાં મહાપંચાયત યોજાઈ હતી. આ દરમિયાન નિર્ણય લેવાયો કે, બ્રિજમંડળ યાત્રા પરી કાઢવામાં આવશે,... કારણ કે ગત વખતની યાત્રા હિંસાના કારણે રોકી દેવાઈ હતી... કારણ કે ભીડે યાત્રા પર હુમલો કર્યો હતો, જેમાં 2 હોમગાર્ડ અને એક મૌલવી સહિત 6 લોકોના મોત થયા...

હિન્દુ સંગઠનોએ 28 ઓગસ્ટે યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો

વિહિપ વિભાગના મંત્રી દેવેન્દ્ર સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, તમામ હિન્દુ સંગઠનોએ 28 ઓગસ્ટે યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. આશા છે કે, યાત્રા શાંતિ અને ઉત્સાહ સાથે પુરી થશે. નૂંહ જિલ્લાના નંદગામ પાસે 31 જુલાઈએ યાત્રાને રોકી દેવામાં આવી હતી.