×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હરિયાણાનાં કરનાલમાં ખેડુતો પર પોલીસનો જોરદાર લાઠીચાર્જ

કરનાલ, 28 ઓગસ્ટ 2021 શનિવાર

હરિયાણાનાં કરનાલમાં ખેડુતો પર થયેલા લાઠીચાર્જનાં વિરોધમાં કોંગ્રેસે રાજ્યની મનોહરલાલ ખટ્ટરની સરકારને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે, શનિવારે ખેડુતોએ કરનાલનાં ઘરૌંડા ટોલ પર ખેડુતોએ મુખ્ય પ્રધાન ખટ્ટરનાં એક કાર્યક્રમમનાં વિરોધમાં પ્રદર્ષન કર્યું હતું, જેમાં પોલીસે ખેડુતો પર જોરદાર લાઠીચાર્જ કર્યો જેથી ઘણો ખેડુતો ઘાયલ પણ થયા.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ લાઠીચાર્જ પર ખટ્ટર સરકારને ઘેરતા કહ્યું કે પહેલા પીએમ મોદી અને સીએમ ખટ્ટરની સરકારોએ ત્રણ કાળા કાયદાઓથી ખેતીનું ખુન કર્યું છે, હવે બીજેપીઅને જજપાની સરકાર ખેડુતોની ખુન કરી રહી છે.

સુરજેવાલાએ કહ્યું કે ''બિજેપી-જજપાની કાયર સરકારે કરનાલમાં અન્નદાતા ખેડુતો પર નિર્દયતાપુર્ણ લાઠીચાર્જ કરીને ફરી એક વખત જનરલ ડાયરની યાદ આપવી દીધી. 

શાંતિપુર્વક વિરોધ કરી રહેલા ખેડુતોને જાનવરોની જેમ દોડાવી-દોડાવીને પીટવામાં આવ્યા, મોટી સંખ્યામાં ખેડુતો લોહીલુહાણ થયા અને સેંકડો ઘાયલ થયા, આજે ફરી એકવખત સાબિત થયું કે અન્નદાતા ખેડુતોનાં દુશ્મન છે, દુશ્યંત ચૌટાલા અને મનોહર લાલ ખટ્ટર''.

જ્યારે આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ શાતિપુર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડુતો પર આ પ્રકારે લાઠીચાર્જ કરાયો તેનો વિરોધ કર્યો છે અને તેને અન્યાયી કૃત્ય ગણાવ્યું છે.