×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની કરી જાહેરાત


નવી દિલ્હી, તા. 24. ડિસેમ્બર 2021 શુક્રવાર

ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

હરભજન સિંહે વર્ષે 1998માં ડેબ્યુ કર્યુ હતુ.23 વર્ષ બાદ હવે તેણે ક્રિકેટને અલવિદા કહ્યુ છે.17 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી.

ભજ્જીનુ કેરિયર શાનદાર રહ્યુ છે.તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધા છે જ્યારે બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા છે.જ્યારે 236 વન ડે મેચોમાં તેણે 269 વિકેટ ઝડપી છે.ટી-20માં તેના નામે 28 મેચમાં 25 વિકેટો બોલે છે.

ભજ્જી અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આઈપીએલમાં પણ ભજ્જીએ 150 વિકેટો ઝડપી છે.

હરભજન સિંહ સાથે તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુએ મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જોડાઈ શકે છે.જોકે આ વાતને ભજ્જીએ અફવા ગણઆવી છે.ભજ્જીએ કહ્યુ હતુ કે ,પોતાના સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.