×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હનુમાન ચાલીસા વિવાદ : સાંસદ નવનીત રાણા અને પતિની ધરપકડ



23મી એપ્રિલ, 2022 શનિવાર

માતોશ્રી સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત સાંસદ-ધારાસંભ્ય દંપતીએ પોતાનો કાર્યક્રમ રદ્દ જાહેર કર્યો હતો. રદ્દ કરવા માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારની મુંબઈ મુલાકાતનું કારણ આગળ ધર્યું હતુ.

સાંસદ નવનીત રાણા અને તેમના પતની રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેના નિવાસસ્થાન સામે કોઈપણ સંજોગોમાં હનુમાન ચાલીસનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને મંજૂરી નહિ મળે તો પણ પાઠ કરવાની જીદ તેમણે સવારથી પકડી હતી. જોકે આજે છેલ્લી ઘડીએ દંપત્તિએ કાર્યક્રમ રદ્દ કર્યો છે.

તેમણે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી મુંબઈ આવી રહ્યાં છે. ત્યારે અમારા હનુમાન ચાલીસના પાઠને કારણે ગરમ રાજકીય વાતાવરણમાં અનિચ્છનિય ઘટના બને તો વડાપ્રધાનના કાર્યક્રમ પર અસર થઈ શકે છે. આ સંજોગોમાં  અમે કાર્યક્રમ રદ્દ રાખીએ છીએ.

આ જાહેરાત છતા દંપતિની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોડી સાંજે મુંબઈ પોલીસ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને ખાર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમના પર કલમ 153A હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.