×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વામી શ્રી હરિહરાનંદ છેલ્લે વડોદરા નજીકની ક્રિષ્ણા હોટલ તરફ જતા દેખાયા હતા

 વડોદરા,ગરૃડેશ્વરના ગોરા ગામ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી શ્રી હરીહરાનંદ ભારતીજી મહારાજ હાઇવે  પર કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થતા ભક્તોમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું છે.આ અંગે એક ભક્તે વાડી પોલીસ સ્ટેશનમાં ૧ લી તારીખે જ ગૂમ થયાની જાણ કરી હતી.પોલીસે અલગ અલગ બે ટીમો બનાવી શોધખોળ શરૃ કરી છે.પરંતુ,ગાદીપતિ  ગૂમ થયાના ૪૮ કલાક પછી પણ પોલીસ હજી તેમની ભાળ મેળવવામાં નિષ્ફળ નિવડી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં શ્રી ભારતી આશ્રમના ભક્ત પરમેશ્વર ભારતીએ વાડી  પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જણાવ્યું છે કે,ગત તા.૩૦ મી તારીખે બપોરે બાર વાગ્યે અમારા આશ્રમના  ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ અમારા આશ્રમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ડો.રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેક અપ કરાવવા માટે ગયા હતા.અને ત્યાં  ચેક અપ કરાવીને સાંજે સાડા પાંચ વાગ્યે કેવડિયા આશ્રમ આવવા નીકળ્યા હતા.વડોદરા આવતા વડોદરા કપુરાઇ ચોકડી પાસે રૃદ્રાક્ષ હાઇટમાં રહેતા સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયાના ઘરે રાતે ભોજન કરવા માટે રોકાયા હતા. તેઓને  કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતીની ત્યા ંજવાનું હોઇ નીકળ્યા હતા.સેવક રાકેશભાઇ તેમની  પોતાની કારમાં કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેક પોસ્ટની  પાછળ આવેલા હનુમાન દાદાની ડેરીએ છોડવા આવ્યા હતા.ત્યારબાદ સેવક રાકેશભાઇ પરત ઘરે જતા રહ્યા હતા.

હરિહરાનંદ ભારતીજી બીજે દિવસે સવારે   દશ વાગ્યા સુધી આશ્રમે નહી આવતા મેં સેવક કાળુભાઇને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે,મહારાજ રાતે અહીંયા આવ્યા જ નથી.જેથી,મેે રાકેશભાઇને કોલ કર્યો હતો.રાકેશભાઇએ મને કહ્યું હતું કે,બાપુને કપુરાઇ ચોકડી પાસે મૂકી દીધા હતા.ત્યારબાદ બાપુ વિશે મને કંઇ જ ખ્યાલ નથી.જેથી,અમે સેવક સમુદાય તથા બાપુના અન્ય આશ્રમ જૂનાગઢ તપાસ કરતા ત્યાં  પણ  બાપુની કોઇ ભાળ મળી નહતી.

વાડી પોલીસ સ્ટેશનમાં ૧ લી તારીખે ગૂમ થયાની જાણ કર્યા  પછી પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસે બે ટીમ બનાવી કપુરાઇ ચોકડી તથા વાઘોડિયા  ચોકડી પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી  હતી.બાપુ રોડ ક્રોસ કરીને સામે ક્રિષ્ણા હોટલ તરફ જતા છેલ્લે દેખાયા હતા.ત્યારબાદ બાપુની કોઇ ભાળ મળી નથી.