×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વામીને્ ઝાટકો, એર ઈન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઈકોર્ટે ફગાવી


નવી દિલ્હી,તા.6.જાન્યુઆરી.2022

એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

સ્વામી છેલ્લા કેટલાક સમયથી પોતાની જ પાર્ટીની સરકારના નિર્ણયનો વિરોધી કરી રહ્યા છે.સ્વામીએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, એર ઈન્ડિયાની હરાજી માટેની પ્રક્રિયા ભ્રષ્ટ હતી અને તેમાં ટાટા ગ્રૂપની તરફેણમાં ગોટાળો આચરવામાં આવ્યો હતો.

દરમિયાન સરકારે કહ્યુ હતુ કે, એર ઈન્ડિયાની ખોટને જોતા તેનુ ખાનગીકરણ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લીધો હતો.આ સોદા અંગે કશું ખાનગી નહોતુ.તેના પર ફરી વિચાર કરવાની જરુર નથી.

દરમિયાન ટાટા ગ્રૂપે દલીલ કરી હતી કે, એર ઈન્ડિયા માટે બોલી લગાવનાર ટાટા ગ્રૂપ 100 ટકા ભારતીય કંપની છે અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો કરાયા છે તે પાયા વગરના છે.સરકાર 2017થી એર ઈન્ડિયાને વેચવા માંગતી હતી અને પરેશાનીનો સામનો કરી રહી હતી.પિટિશનમાં કશું નવુ નથી.