સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિંદુ દેવી-દેવતાઓના અપમાન મામલે લેખિત ફરિયાદ
- પ્રબોધ સ્વામીના ખાસ શિષ્ય આનંદ સાગરે ભગવાન શંકર વિશે વિવાદાસ્પદ નિવેદનો આપીને હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડતા વિવાદ થયો હતો
- અનેક સાધુઓએ હિંદુ દેવી-દેવતાનું અપમાન કરેલું તેનો ઉલ્લેખ કરીને સ્વામિનારાયણના સાધુઓ સમાજના ભાગલા પાડવા પ્રયત્ન કરી રહ્યા હોવાની ફરિયાદ
અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શંકરનું અપમાન કરી રહ્યા હતા. આ મામલે બાવળાના એડવોકેટ અને સામાજીક કાર્યકર હિતેષ એસ જાદવે લેખિત ફરિયાદ કરી છે. સામાજીક કાર્યકરે અમદાવાદ ગ્રામ્યના SPને લેખિત ફરિયાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જાણી જોઈને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને હિંદુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભવતા હોવાનું જણાવ્યું છે.
સોખડા હરિધામ ખાતેના સંપત્તિ વિવાદ બાદ ટેકેદારો સાથે બાકરોલ સ્થિત યોગી ડિવાઈન સોસાયટીના મંદિરમાં સ્થાયી થયેલા પ્રબોધ સ્વામીના ખાસ શિષ્ય આનંદ સાગરે અમેરિકાના ન્યૂ જર્સી ખાતે ભગવાન શંકર વિશે આ પ્રકારે એલફેલ નિવેદનો આપ્યા હતા. તે અંગે ખૂબ જ વિવાદ થયો હતો અને બાદમાં સાધુએ માફી માગી હતી.
જોકે વિવાદ ત્યાંથી અટક્યો નથી અને લોકો સ્વામિનારાયણના સાધુઓના આ પ્રકારના વિવાદિત નિવેદનોના જૂના વીડિયો સહિતની સામગ્રીઓ શેર કરીને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થઈ રહેલા હિંદુ દેવી-દેવતાઓના અપમાન અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચોઃ ભગવાન શિવનું અપમાન કર્યા બાદ હવે સ્વામી આનંદ સાગરે માફી માગી
વારંવાર થઈ રહ્યું છે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન
ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હાલમાં જાહેર મંચ પરથી સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અવાર-નવાર અપમાન કરી રહ્યા છે. તેઓ તેમના સંપ્રદાયને મોટો અને ઉંચો બતાવવા હિંદુ દેવી-દેવતાઓને નીચા અને દાસ બતાવવાનો પ્રયત્ન કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. આ કારણે હિંદુઓની લાગણીઓને ખૂબ જ ઠેસ પહોંચી છે.
ફરિયાદીએ હિંદુવાદીઓને પણ લીધા આડેહાથ
ફરિયાદીએ એવો રોષ વ્યક્ત કર્યો હતો કે, 'આ કહેવાતા પાખંડી સાધુઓ ભક્તિનો ડોળ કરીને હિંદુ ધર્મના દેવી-દેવતાઓનું ખુલ્લેઆમ મનફાવે તેમ અપમાન કરી રહ્યા છે. અને કહેવાતી હિંદુવાદી સરકાર અને કહેવાતા હિંદુવાદી સંગઠનો મુક પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે. પરંતુ હું સનાતન ધર્મના દેવી દેવતાઓમાં ખૂબ જ આસ્થા રાખુ છું. અને આ સ્વામીનારાયણ સંપ્રદાયના પાખંડ કરતા સાધુઓના નિવેદનથી મારી ધાર્મિક લાગણી આહત થઈ છે. જેથી આ લોકો વિરૂધ્ધ ભારતીય કાયદા મુજબ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.'
'ફેબ્રિકેટેડ સાધુઓ સાધુના વેશ અને સાધુસત્વ વચ્ચેનો ભેદ ભૂલ્યા'
ફરિયાદમાં આગળ લખ્યું છે કે, 'આ લોકો (સ્વામિનારાયણના સાધુઓ) એક ષડયંત્ર કરીને પોતાના સંપ્રદાયને મોટો બતાવવા અન્ય દેવોને નીચા બતાવી તેમનું અપમાન કરી રહ્યા છે. આ ફેબ્રિકેટેડ સાધુઓ સાધુ વેશ પહેરવો અને સાધુસત્વ પામવા વચ્ચેનો ભેદ ભૂલી ગયા છે. આ લોકોને સનાતન સંસ્કૃતિનું ખંડન કરવાનો કોઈ હક નથી. અને આ લોકો સનાતન ધર્મને નુકસાન કરવાના બીજ રોપી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ લોકો જે ભગવાનને માને છે તેમને સર્વોપરી બતાવવા સનાતન ધર્મના મુખ્ય દેવોનું અપમાન કરી રહ્યા છે. આ લોકો પોતાની લીટીને લાંબી કરવા બીજાની લીટીને ભૂંસી નાખવાનું ષડયંત્રકારી કાવતરૂં કરી આયોજનબદ્ધ રીતે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.'
ફરિયાદમાં સાધુઓના વાણી વિલાસના અનેક ઉદાહરણો આપ્યા
પત્રમાં લખ્યું છે કે, 'આ સંપ્રદાયના સાધુઓમાં પૈકી (1) રૂગનાથચરણ દાસજી સ્વામી નામનો વ્યક્તિ ભગવાન શિવજી વિષે પોતાની જાતે બનાવેલ વર્તા કરીને એમનું ખુબ મોટું અપમાન કરેલું છે. તથા બીજા (2) આનંદસાગર નામનો સોખડા સંપ્રદાયનો વ્યક્તિ ભગવાન શિવજી માટે પણ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે. ત્યાર બાદ વધુ એક કહેવાતા સાધુ (3) વિવેક સ્વામી નામના વ્યક્તિએ ભગવાન બ્રહ્માજી અને ભગવાન ઈન્દ્ર વિશે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી સનાતન ધર્મના બીજા દેવોનું પણ અપમાન કરેલું. ત્યાર બાદ (4) સર્વેશ્વર દાસ સ્વામી દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે. જેમાં તેના દ્વારા ભગવાન શિવ વિશે ઘણા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરેલો છે. અને જે પુસ્તક તેના દ્વારા લખાયેલું છે તે પોતાની જાતે લખી નાખેલું પુસ્તક છે. ત્યાર બાદ વધુ એક (5) સાધુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવામાં આવેલું. તથા ત્યાર બાદ વધુ એક (6) સાધુ અપુર્વમુનિ જે પોતાની જાતને એજ્યુકેટેડ ગણાવતો હોય છે અને સમાજમા જાતિવાદ ફેલાવવાનું કામ કરે છે. જે જાહેર મંચ પરથી કહે છે કે, આપણે પાટીદારોએ કોઈ પરમાર કે રાઠોડ નામના વ્યક્તિની રાહ જોવાની. જેમાં આ વ્યક્તિનો કહેવાનો ભાવર્થ એવો હતો કે, આપણે આવા નીચી કક્ષાના લોકોની રાહ જોવાની? જેવો વાણીવિલાસ કરીને અમુક સમાજ માટે ધૃણા પેદા કરવાનો અને તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે. તથા આ કહેવાતા સાધુઓ મોટા મોટા પ્રવચનો આપતા હોય છે. પરંતુ આ બની બેઠેલા સાધુઓને સાધુનું કામ શું છે એની પણ ખબર નથી. આવા સાધુઓ સમાજમાં જાતિવાદ અને વૈમનસ્ય ફેલાવવાનું અને સમાજના ભાગલા પાડવાનું, વિખવાદ કરાવવાનું, અને લોકોની લાગણી દુભાવવાનું કામ કરી રહ્યા છે.'
ફરિયાદીના કહેવા પ્રમાણે જો આવા લોકો સમક્ષ કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ આ પ્રકારે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા રહેશે. તેનાથી સમાજ પર ખૂબ જ ખરાબ પ્રત્યાઘાતો પડશે. આ પ્રકારે રોષ વ્યક્ત કરીને સામાજીક કાર્યકરે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના સામે ભારતીય દંડ સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે.