×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વતંત્રતા દિવસ પહેલા NIAની મોટી કાર્યવાહી, પાંચ રાજ્યોમાં PFIના ઠેકાણાઓ પર કરી રેડ

સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. NIAએ રવિવારે પાંચ રાજ્યોમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)ના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. એક અધિકારીએ જણાવ્યું કે, લોકોની વચ્ચે સાંપ્રદાયિક ભાવના પેદા કરીને શાંતિ ભંગ કરવા અને દેશને અસ્થિર કરવાના PFIના ષડયંત્રને નિષ્ફલ કરવાના પ્રયાસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. 

તેમણે જણાવ્યું કે, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 14 જગ્યાઓની તપાસ કરાઈ, જેમાં કેટલીક ડિજિટલ ડિવાઈસની સાથે આપત્તિજનક દસ્તાવેજ પણ જપ્ત કરાયા. NIAએ કેરળના કન્નૂર અને માલપ્પુરમ, કર્ણાટકના દક્ષિણ કન્નડ, મહારાષ્ટ્રના નાસિક અને કોલ્હાપુર, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને બિહારના કટિહારમાં દરોડા પાડ્યા છે.

PFI પર NIAની કાર્યવાહી

NIA આંતક, હિંસા અને તોડફોડની ગતિવિધિઓ દ્વારા 2047 સુધી ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે એક સશસ્ત્ર કેડર બનાવવાના PFI અને તેમના ઉચ્ચ નેતૃત્વના પ્રયાસોને ઉજાગર કરવા અને નિષ્ફળ બનાવવા માટે કામ કરી રહ્યું છે.

ભોળા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર

તપાસ એજન્સી અનુસાર, PFI સમાજના કેટલાક વર્ગો વિરૂદ્ધ યુદ્ધ છેડીને ભારત વિરોધી હિંસક એજન્ડાને આગળ વધારવા માટે ભોળા યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને હથિયાર ટ્રેનિંગ આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એજન્સીને શંકા છે કે કોઈ મધ્ય સ્તરના PFI સભ્ય ટ્રેનિંગ આપનાર તરીકે કામ કરી રહ્યા છે, જે પોતાના કટ્ટરપંથી કેડર માટે અલગ અલગ રાજ્યોમાં હથિયાર ટ્રેનિંગ શિબિર ચલાવી રહ્યા છે.

કેટલાક મહિનાઓથી દરોડા કરી રહી છે એજન્સી

તેમણે કહ્યું કે, આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે NIA દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. ગુપ્ત માહિતીના આધારે તપાસ એજન્સી આ કેડરો અને ગેંગની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ રાજ્યોમાં અનેક સ્થલો પર દરોડા પાડી રહી છે.

PFI પર લાગ્યો છે પ્રતિબંધ

NIAએ એપ્રિલ 2022માં દિલ્હીમાં PFI વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. કેન્દ્ર સરકારે ગત વર્ષ PFI અને તેમના સહયોગી સંગઠનો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. આ દરમિયાન PFIના કેટલાક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.