×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વતંત્રતા દિવસઃ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને બાપુ, નેહરૂ અને નેતાજી ઉપરાંત આ સૌને કર્યા યાદ


- વડાપ્રધાને ભારતને બહુરત્ની વસુંધરા ગણાવ્યું અને કહ્યું કે, દરેક કાલખંડમાં અગણિત લોકોએ રાષ્ટ્રને બનાવ્યું પણ છે અને આગળ પણ વધાર્યું છે. 

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેનારા વીર-વીરાંગનાઓને પણ યાદ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને બાપુથી લઈને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સુધીના, ભગત સિંહથી લઈને રામ પ્રસાદ બિસ્મિલ સુધીના સેનાનીઓના નામ લીધા હતા. 

વડાપ્રધાને જણાવ્યું કે, આઝાદીને જનઆંદોલન બનાવનારા બાપુ હોય કે તેના માટે પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દેનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોય કે, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, બિસ્મિલ અને અશ્ફાક ઉલ્લા ખાન જેવા મહાન ક્રાંતિવીર હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, ચિત્તુરની રાની ચેનમ્મા હોય કે રાની ગાઈડિલ્યૂ હોય કે આસામમાં માતંગિની હાજરાનું પરાક્રમ હોય. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરૂ હોય કે દેશને એકજૂથ રાષ્ટ્રમાં બદલનારા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભારતના ભવિષ્યનો રસ્તો નક્કી કરનારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હોય, દેશ આજે દરેક વ્યક્તિને, દરેક વ્યક્તિત્વને યાદ કરી રહ્યો છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, દેશ આજે આ તમામ મહાપુરૂષોનો ઋણી છે. વડાપ્રધાને ભારતને બહુરત્ની વસુંધરા ગણાવ્યું અને કહ્યું કે, દરેક કાલખંડમાં અગણિત લોકોએ રાષ્ટ્રને બનાવ્યું પણ છે અને આગળ પણ વધાર્યું છે. આવા દરેક વ્યક્તિત્વને વંદન કરૂ છું. ભારતે સદીઓ સુધી આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. ગુલામીની કસક અને આઝાદીની લલકને કદી ખતમ નથી થવા દીધી. વડાપ્રધાને આ લલકને પણ ખતમ ન થવા દેનારા વ્યક્તિત્વોને યાદ કર્યા હતા. 

વડાપ્રધાને કોરોના અને પૂર, ભૂસ્ખલન જેવી પ્રાકૃતિક હોનારતોની ચર્ચા કરી અને કોરોના યોદ્ધાઓને પણ યાદ કર્યા. તેમણે ઓલમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા એથલીટ્સનો પણ ઉલ્લેખ કર્યો અને ખેલાડીઓના સન્માનમાં તાળીઓ પણ પડાવી. તેમણે કહ્યું કે, એથ્લીટ્સે આપણું દિલ જ નથી જીત્યું, ભાવિ પેઢીને પ્રેરિત કરવાનું કામ પણ કર્યું છે.