×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્માર્ટ હોમ તમારા માટે ખતરો બની શકે છે, સમજો આધુનિકતાનો અતિવ્યાપ કેવી રીતે મુસીબત બની શકે

Image: envato



દુનિયામાં દરરોજ નવી નવી ટેકનોલોજી શોધી રહી છે. જેમાં આજની આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. આજ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે સ્માર્ટ હોમ લોકો તૈયાર કરતા હોય છે. સ્માર્ટ હોમ પણ સ્માર્ટફોનથી ઓછું નથી. સ્માર્ટ હોમ એક એવું ઘર છે જેમાં બધું જ ડિજીટલ મધ્યમથી તમારી સૂચનાઓના આધારે કામ થઇ જાય છે. ઉદાહરણ તરીકે, જો તમને જ્યુસ પીવાનું મન થાય છે, પરંતુ તમને ઉભા થવાની આળશ આવે છે તો સ્માર્ટ હોમ ટેક્નોલોજી તમારા માટે જ્યુસ બનાવી અને તમારા સુધી પહોંચાડે છે.

સ્માર્ટ હોમ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ મોડ્યુલ પર કામ કરે છે. જો તમે ઇન્ટરનેટ ઓફ થિંગ્સને ખૂબ જ સરળ ભાષામાં સમજવા માંગતા હો, તો  ઇન્ટરનેટના માધ્યમે તમામ વસ્તુ ટેકનોલોજી દ્વારા કામ કરે તેને IoT કહે છે. પરંતુ આટલી કામની ટેકનોલોજી શું નુકશાન કરી શકે?

 તો ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આખી દુનિયા માટે કેમ ખતરનાક છે?

ઈન્ટરનેટ ઓફ થિંગ્સના આવ્યા પછી જ સ્માર્ટ હોમની શરૂઆત થઈ છે. તમે IoT વિના સ્માર્ટ ઘરની કલ્પના પણ કરી શકતા નથી. સ્માર્ટ ફેન, સ્માર્ટ બલ્બ, સ્માર્ટ મિક્સર, સ્માર્ટ લોક, સ્માર્ટ એસી, આ બધા IoT ના ગેજેટ્સ છે. IoT ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના અધૂરું છે. 5Gના લોન્ચિંગ દરમિયાન, તમે જોયું હશે કે એરટેલથી લઈને જિયોથી લઈને વોડાફોન સુધીના દરેકે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પર સૌથી વધુ ચર્ચા કરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે સફળ IoT મોડ્યુલ માટે સારી સ્પીડ ઇન્ટરનેટ જરૂરી છે.

તાજેતરમાં એશિયન લાઇટ ઇન્ટરનેશનલે એક રિપોર્ટમાં કહ્યું છે કે, સ્માર્ટ હોમની આડમાં ચીન તમને સ્માર્ટ બલ્બ, ફ્રિજ અને કાર દ્વારા તમારી દરેક ક્ષણ પર નજર રાખી રહ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, ગોપનીયતા અને મૂલ્ય અને માનવ અધિકારો માટે ખતરો છે.  સ્માર્ટ હોમ અથવા IoT સપોર્ટ ધરાવતા મોટાભાગના ગેજેટ્સ ચાઈનીઝ છે. તમને માર્કેટમાં 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં સ્માર્ટ બલ્બ મળશે અને આ બલ્બ તમારી જાસૂસી કરવા પૂરતા છે.

હોલિવૂડની કેટલીક ફિલ્મોમાં વોઈસ કમાન્ડથી ઘરનો દરવાજો ખુલતો જોયો હશે. આ પણ IoTનું ઉદાહરણ છે. ઓટોમેશનમાં પણ IoT મોડ્યુલોનો વ્યાપક ઉપયોગ થાય છે. હાલમાં, સ્માર્ટ હોમ સિવાય, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સમાં IoTનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ IoTથી સ્માર્ટ હોમમાં જેટલો ખતરો નથી, કારણ કે ઘર એક ખાનગી જગ્યા છે. ઉદાહરણ તરીકે, તમારા બેડરૂમમાંનો બલ્બ તમારી ખાનગી પળોને રેકોર્ડ કરી શકે છે. જે તમારી ગોપનીયતા માટે ખતરો બને છે તેની પાછળનું કારણ છે તમારા ઘરની દરેક વસ્તુ કોઈને કોઈ સર્વર પર રેકોર્ડ અને સ્ટોર થઇ હશે.