×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પેનમાં ફુલી-ફાલી રહ્યો છે સેક્સનો કારોબાર, વડાપ્રધાને કરી આવી જાહેરાત


- 2019માં સ્પેનની પોલીસે 896 મહિલાઓને વેશ્યાવૃત્તિના કાદવમાંથી મુક્ત કરાવી હતી

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે રવિવારે દેશમાં વેશ્યાવૃત્તિને અપરાધ ઘોષિત કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે વેલેંસિયા ખાતે પોતાની સત્તારૂઢ સોશિયલિસ્ટ વર્કર્સ પાર્ટીના 3 દિવસીય સંમેલનમાં સંબોધન દરમિયાન વેશ્યાવૃત્તિ પર રોક લગાવવાના શપથ લીધા હતા. સાંચેજે જણાવ્યું કે, આ એક એવી પ્રથા છે જે મહિલાઓને ગુલામ બનાવે છે અને મહિલાઓ વિરૂદ્ધની હિંસાનું સૌથી ખરાબ સ્વરૂપ છે. 

આરબોનો કારોબારઃ 1995માં સ્પેનમાં વેશ્યાવૃત્તિને અપરાધના ક્ષેત્રમાંથી બહાર કરી દેવામાં આવી હતી. 2016માં સંયુક્ત રાષ્ટ્રના અનુમાન પ્રમાણે દેશમાં વેશ્યાવૃત્તિનો કારોબાર 4.2 બિલિયન ડોલર એટલે આશરે 4.2 અબજ ડોલર કરતા પણ વધારેનો હતો. વર્ષ 2009ના એક સર્વે રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં દર ત્રીજી વ્યક્તિ સેક્સ માટે કિંમત ચુકવે છે. જોકે 2009માં જ પ્રકાશિત થયેલા અન્ય એક રિપોર્ટ પ્રમાણે આ આંકડો 39 ટકા જેટલો વધુ હોઈ શકે છે. વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્રએ સ્પેનને વેશ્યાવૃત્તિનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર માન્યુ હતું. આ મામલે સ્પેનથી આગળ ફક્ત થાઈલેન્ડ અને પુર્તો રિકો જ હતા. 

3 લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કાદવમાંઃ સ્પેનમાં પૈસાના બદલામાં સેક્સ સર્વિસ મેળવનારા લોકો માટે કોઈ સજા નથી નક્કી કરવામાં આવી જ્યાં સુધી આવું કોઈ સાર્વજનિક સ્થળે ન કરવામાં આવ્યું હોય. જોકે દેશમાં વેશ્યાવૃત્તિમાં દલાલી કે કોઈ સેક્સ વર્કર અને ક્લાયન્ટ વચ્ચે પ્રતિનિધિ તરીકે કામ કરવાનું ગેરકાયદેસર છે. દેશમાં વેશ્યાવૃત્તિ કાયદેસર જાહેર કરવામાં આવી ત્યાર બાદ આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી છે. સ્પેનમાં આશરે 3 લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કારોબારમાં સંલિપ્ત છે. 

2019માં સ્પેનની પોલીસે 896 મહિલાઓને વેશ્યાવૃત્તિના કાદવમાંથી મુક્ત કરાવી હતી. રિપોર્ટ પ્રમાણે યૌનકર્મી તરીકે કામ કરતી તેમાંથી 80 ટકા મહિલાઓ માફિયાઓની ચુંગાલમાં હતી. યૌન શોષણ રોકવા માટે અભિયાન ચલાવતી APRAMP નામની એક સંસ્થાના કહેવા પ્રમાણે વેશ્યાવૃત્તિ મહિલાઓની યૌન સ્વતંત્રતાની અભિવ્યક્તિ નથી. તેની બાધ્યતા હિંસા, અધિકારોના હનન, આર્થિક પડકાર અને લૈંગિકવાદી પિતૃસત્તાત્મક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.