×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પૂતનિક લાઇટઃ રશિયાએ સિંગલ ડોઝ વેક્સિન તૈયાર કરી, કોરોનાના તમામ વેરિયન્ટ સામે પ્રભાવી


મોસ્કો, તા. 6 મે 2021, ગુરૂવાર

ભારતમાં કોવિડ-19 મહામારી દિવસે દિવસે વધુને વધુ કહેર વર્તાવી રહી છે. બીજી તરફ રશિયાએ કોરોનાની સિંગ ડોઝ વેક્સિન બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. રશિયાએ સિંગ ડોઝ વેક્સિન ‘સ્પુતનિક લાઇટ’ના ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. આ માહિતી રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી છે. વેક્સિનના નિર્માણ માટે આરડીઆઇએફ (ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) તરફથી નાણાકીય સહાય પુરી પાડવામાં આવી છે.

આરડીઆઇએફએ એક નિવેદનમાં જણાવ્યું કે સ્પુતનિક લાઇટે સારુ પ્રદર્શન કર્યું છે. બે ડોઝ વાળી સ્પૂતનિક-વી કોરોના સામે 91.6 ટકા સફળ છે તેની સામે સ્પૂતનિક લાઇટનો સિંગલ ડોઝ 79.4 ટકા પ્રભાવશાળી છે. સ્પૂતનિક લાઇટના કારણે રસીકરણમાં વેગ મળશે અને કોરોના મહામારી ફેલાતી અટકાવામાં મદદ મળશે. આરડીઆઇએફએ જણાવ્યું કે સ્પૂતનિક લાઇટના સિંગલ ડોઝની કિંમત 10 ડોલર એટલે 737 રૂપિયાથી પણ ઓછી છે.

આરડીઆઇએફના મુખ્ય કારોબારી અધિકારી કિરિલ દિમિત્રિવએ દાવો કર્યો કે સ્પૂતનિક લાઇટ વેક્સિન હોસ્પિટલમાં ભરતી થતા ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો લાવશે. એટલું જ નહીં કોરોના વાઇરસના તમામ વેરિયન્ટ સામે પણ પ્રભાવી સાબિત થઇ છે.

સ્પૂતનિક-વીની આ લાઇટ વર્ઝનને પણ મોસ્કોના ગમલેયા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટને તૈયાર કરી છે. રશિયાની બે ડોઝ વાળી સ્પૂતનિક-વીને અત્યાર સુધી ભારત સહિત 60 દેશોએ મંજૂરી આપી દીદી છે. વેક્સિનનો એક જથ્થો ભારત પહોંચી ગયો છે.