×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિજય રુપાણીની જાહેરાત, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવશે

વડોદરા, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર

ગુજરાતમાં વર્તમાન સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ખરાખરીનો માહોલ જામ્યો છે. આ વખતની ટૂંટણીની ખાસ વાત એ છે કે તેમાં આમ આદમી પાર્ટી પણ ત્રીજો પક્ષ બનીને ભાજપ કોંગ્રેસને લડત આપશે. ત્યારે અત્યારેવ તમામ પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક ચૂંટણી સભા દરમિયાન એક મોટી જાહેરાત કરી છે.

વિજય રુપાણી પણ ત્યારે ભાજપ તરફથી પ્રચાર જંગમાં ઉતર્યા છે. ત્યારે આજે વડોદરાંમાં એક સભાને સંબોધન કરતા સમયે તેમણે લવ જેહાદ પર કાયદો લાવવાની વાત કરી છે. વિજય રુપાણીએ કહ્યું આગામી સત્રમાં ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. મહત્વની વાત છે કે તેમણે સ્થનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરી છે. ગુજરાત પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદના કાયદાની ચર્ચાઓ ઉઠી છે.

વિજય રુપાણીએ કહ્યું કે રાજ્યમાં લવ જેહાદના નામે જે ચાલી રહ્યું છે તે ચાલવા નહીં દઇએ. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને નેતૃત્વ વિનાની ડૂબતી નાવ ગણાવી હતી. 

આ ઉપરાંત સીએમ રૂપાણીએ અહીં જણાવ્યુ હતું કે, રાજ્યમાં ભાજપ સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ઝડપી વિકાસ થાય છે. આ ઉપરાંત મોટી જાહેરાત અંતર્ગત તેમણે જણાવ્યુ હતું કે, આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે અને હવે મોદીજીનું ગુજરાત છે. ચૂંટણી લક્ષી પ્રચાર કરતા તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 2022ની ચૂંટણીને ધ્યાને રાખી પાયો નાખવાનો છે.