×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્કૂટીવાળાનો 117 વખત ફાટ્યો મેમો પણ ભર્યો જ નહીં, પોલીસે લીધી આવી એક્શન


- જો તે પોતાનું વાહન પરત મેળવવા ઈચ્છે છે તો તેણે વ્યાજ સહિત દંડ ભરવો પડશે

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર, 2021, બુધવાર

હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક એવી વ્યક્તિને પકડી છે જેનો અત્યાર સુધીમાં 117 વખત મેમો ફાટી ચુક્યો છે. હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક નિયમિત વાહન તપાસ દરમિયાન એક વ્યક્તિને ઝડપ્યો હતો જે 7 વર્ષના 117 મેમો ભરવામાંથી ચકમો આપવામાં સફળ રહ્યો હતો. અત્યાર સુધીમાં તેને આશરે 30 હજાર રૂપિયાનો દંડ લાગી ચુક્યો છે. 

ફરીદ ખાન નામની તે વ્યક્તિ જે સ્કૂટી ચલાવી રહી હતી તેનું 30 હજાર રૂપિયાનું ચલણ બાકી છે. નામપલ્લી પાસે હેલમેટ વગર ગાડી ચલાવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસે જ્યારે તેના રજિસ્ટ્રેશનની તપાસ કરી તો તેની ગાડી પર 29,720 રૂપિયાના 117 મેમો ફાટી ચુક્યા હોવાનું સામે આવ્યું હતું. 

ફરીદ ખાને 7 વર્ષમાં એક પણ મેમો નહોતો ભર્યો. પોલીસે તેનું દ્વિચક્રી વાહન જપ્ત કર્યું હતું અને ફરીદ ખાનને પેન્ડિંગ દંડ ભર્યા બાદ પોતાનું વાહન છોડાવી જવા માટે કહ્યું હતું. ખાનને એક કાયદાકીય નોટિસ મોકલવામાં આવેલી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે દંડ ભરે નહીં તો તેનું વાહન જપ્ત કરવા માટે આરોપ પત્ર દાખલ કરવામાં આવશે. 

પોલીસે વાહન જપ્ત કર્યા બાદ નોટિસ પાઠવી હતી કે, જો તે પોતાનું વાહન પરત મેળવવા ઈચ્છે છે તો તેણે વ્યાજ સહિત દંડ ભરવો પડશે. મોટર વાહન (એમવી) અધિનિયમ પ્રમાણે જો કોઈએ 10 કરતા વધારે વખત ફાટેલા મેમોનો દંડ ન ભર્યો હોય તો પોલીસ તેનું વાહન જપ્ત કરી શકે. 

ઈ-ચાલાન વેબસાઈટના અહેવાલ પ્રમાણે 2014થી અત્યાર સુધીના મોટા ભાગના મેમો હેલમેટ કે ખોટા પાર્કિંગને લઈ ફટકારવામાં આવેલા જ્યારે કેટલાક મેમો ડ્રાઈવ કરતી વખતે જાહેર સ્થળોએ માસ્ક ન પહેર્યું હોવા સાથે સંકળાયેલા હતા. તે સિવાય કેટલાક મેમો ખોટી સાઈડ પર ડ્રાઈવિંગ કરવા સાથે સંબંધીત છે.