×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાં ચોથીવાર ચેમ્પિયન બન્યુ, ઉનડકટની કપ્તાનીમાં બીજી વખત ટાઈટલ જીત્યુ

Image : Twitter

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2023, રવિવાર

કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ રમાયો હતો. આજે સૌરાષ્ટ્રની ટીમે બંગાળને 9 વિકેટે હરાવીને રણજી ટ્રોફી પર કબ્જો કર્યો હતો. સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ચોથીવાર ચેમ્પિયન બની હતી જ્યારે જયદેવ ઉનડકટની કેપ્ટનશીપમાં બીજી વાર ટાઈટલ જીતવામાં સફળ રહ્યુ હતું. 

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો અને બંગાળને બેટિંગનુ નિમંત્રણ આપ્યુ હતું. ઉનડકટની બોલિંગ સામે બંગાળની ટીમે શરણાગતિ સ્વિકારી લીધી હતી. બંગાળની ટીમે પ્રથમ ઈનિંગમાં 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ ઈનિંગમાં 404 રન કર્યા હતા અને 230 રનની લીડ મેળવી હતી. બંગાળની ટીમે બીજી ઈનિંગમાં 241 રન બનાવ્યા હતા જેથી સૌરાષ્ટ્રને જીતવા માટે 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એક ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

કેપ્ટન ઉનડકડ જીતનો હીરો રહ્યો

સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ આ મેચમા કુલ 9 વિકેટ લઈને હીરો રહ્યો હતો. બંગાળની સામે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ઉનડકટની કેપ્ટનશીપમાં સૌરાષ્ટ્રની ટીમ બીજીવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની છે. આ પહેલા વર્ષ 2019-20માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. ઉનડકટની કેપ્ટનશીપની સૌરાષ્ટ્રની ટીમ વિજય હજારે ટ્રોફીમાં પણ ચેમ્પિયન બની હતી.