સોશિયલ મીડિયા પર નિયમોનું નિયંત્રણ : સરકારનું અલ્ટીમેટમ
સોશિયલ મીડિયામાં સરકારની ભરપૂર ટીકા થતાં અંકુશ રાખવા
સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મને 15 દિવસમાં અમલનો રિપોર્ટ સોંપવા આદેશ, વોટ્સએપ સિવાય મોટા ભાગની કંપનીઓ સરકારના નિયમોના પાલનની તૈયારીમાં
મહિલાઓના અભદ્ર-ન્યૂડ ફોટા, વીડિયો 24 કલાકમાં હટાવવાના રહેશે, ફરિયાદોનું 15 દિવસમાં નિરાકરણ ફરજિયાત
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, ગુગલ, વોટ્સએપ વગેરેને કડક આદેશ આપી દીધા છે. સાથે જ અમલ કર્યો કે કેમ તેનો રિપોર્ટ 15 દિવસમાં સોપવા પણ કહ્યું છે. ફેબુ્રઆરી મહિનામાં આ નિયમો લાગુ કરી દેવાયા હતા, જેના અમલ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.
ફેસબુકે કહ્યું હતું કે તે સરકારના નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે અને આ અંગે મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે વોટ્સએપે સરકારના આ નિયમોને જ દિલ્હી હાઇકોર્ટમાં પડકારી દીધા છે અને અમલ કરવાની ના પાડી દીધી છે. વોટ્સએપની એવી દલીલ છે કે કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોથી વોટ્સએપ યૂઝર્સની જે પ્રાઇવેસી છે તે ખતરામાં આવી જશે.
સરકારે સોશિયલ મીડિયા અંગે જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ હવેથી સોશિયલ મીડિયા પર જે પણ નગ્ન અને અભદ્ર કન્ટેન્ટ હોય તેને, ઉપરાંત કોઇ મહિલાના ફોટા સાથે ચેડાં કરેલી તસવીર શેર કે પોસ્ટ કરવામાં આવી હશે તો તેને 24 કલાકમાં હટાવવાની રહેશે.
સાથે જ ફરિયાદ અિધકારીની નિમણુંક કરવાની રહેશે જેણે 15 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. આ ઉપરાંત વોટ્સએપ, ફેસબુક વગેરેને કહ્યું છે કે જે પણ વાંધાજનક મેસેજ કે તસવીરો-વીડિયો કોણે સૌથી પહેલા પોસ્ટ કર્યો તેની જાણકારી પણ જરૂર પડયે આપવાની રહેશે.
બીજી તરફ ટ્વિટરે નવા નિયમોને લઇને પોતાનું મોન તોડયું હતું અને કહ્યું હતું કે અમે નવા નિયમોને લઇને ચિંતામાં છીએ, ભારતમાં અમારા કર્મચારીઓ છે તેને લઇને પણ ચિંતામાં છીએ. જ્યારે ગુગલ સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું હતું કે ગુગલ સરકારના નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ રહેશે. અમે દરેક દેશમાં તેમના સૃથાનિક નિયમો અને કાયદાના અમલ માટે કટિબદ્ધ છીએ.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટુલકિટને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ટ્વિટરની કચેરીએ દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેને સંલગ્ન આ નિવેદન ટ્વિટર દ્વારા આપવામાં આવ્યું હતું. હાલની પરિસિૃથતિ મુજબ મોટા ભાગના સોશિયલ મીડિયા સરકારના નવા નિયમોનો અમલ કરવા માટે તૈયાર છે પણ વોટ્સએપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
તેથી હાલ સરકાર અને વોટ્સએપ આ નવા નિયમોને લઇને આમને સામને છે. સરકારે સ્પષ્ટ પણે કહ્યું છે કે સોશિયલ મીડિયાએ આઈટીના નવા નિયમોનો અમલ કરવો જ પડશે. હાલ વોટ્સએપ દિલ્હી હાઇકોર્ટમાં ગયું છે તેથી મામલો કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. પણ સરકાર પાછીપાની કરવાની તૈયારીમાં નથી અને હવે અમલનો રિપોર્ટ પણ માગી લીધો છે.
ડિજીટલ મીડિયા પ્લેટફોર્મને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું
સરકારે ડિજીટલ મીડિયા પ્લેટફોર્મને ત્રણ ભાગમાં વહેચ્યુ છે. પ્રથમ ભાગમાં તે પરંપરાગત પ્રકાશકોને રાખવામાં આવ્યા છે કે જેઓ અખબાર કે ટીવી ઉપરાંત ડિજીટલ માધ્યમોમાં સમાચાર આપે છે. બીજી શ્રેણીમાં ડિજીટલ ન્યૂઝ પ્રકાશકો છે જ્યારે ત્રીજી શ્રેણી ઓવર ધ ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મની બનાવવામાં આવી છે કે જેઓ ડિજીટલ માધ્યમોથી મનોરંજન તથા અન્ય જાણકારી આપતા હોય.
પ્રથમ શ્રેણીના લોકો પાસેથી મુળભુત માહિતી જેમ કે યૂઆરએલ, ભાષા, એપ, સોશિયલ મીડિયા એકાઉંટની જાણકારી પૂછવામાં આવી છે. સાથે જ તેઓએ ટીવી ચેનલોની અનુમતી, અખબારોના આરએનઆઇ નોંધણી ક્રમ, સંપર્ક માહિતી અને ફરિયાદ નિવારણની વ્યવસૃથાની જાણકારી આપવાની રહેશે, ત્રીજી શ્રેણીમાં આવતા લોકો પાસેથી પણ આ જ પ્રકારની જાણકારી માગવામાં આવી છે.
લોકોની અભિવ્યક્તિની આઝાદી મહત્વની
દિલ્હી પોલીસની કાર્યવાહી ધાકધમકીવાળી છે : ટ્વિટર
ટ્વિટર ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આપખુદ વલણ અપનાવી રહ્યું છે : સરકાર
નવી દિલ્હી : ચોક્કસ મેસેજીસ પર ટ્વીટરની કાર્યવાહીનો વિવાદ ગુરૂવારે વધુ વકર્યો હતો. કેન્દ્ર સરકારે ગુરૂવારે ટ્વીટર પર ભારતને બદનામ કરવાનો અને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર આપખુદી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.
કેટલાક મેસેજીસ પર ટ્વીટરની કાર્યવાહીના પગલે દિલ્હી પોલીસે ટ્વીટરની ઓફિસ પર પાડેલા દરોડાને ટ્વીટરે ગુરૂવારે ાકમકીવાળો ગણાવ્યો હતો અને પોતાના કર્મચારીઓની સલામતી જોખમમાં મુકાઈ હોવાનો દાવો કર્યો હતો.
કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે ટ્વીટરના આક્ષેપોને સંપૂર્ણપણે આારહીન અને પાયાવિહોણા ગણાવ્યા હતા. દરમિયાન કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમો અને ટુલકિટ વિવાદ વચ્ચે ટ્વિટરે મોન તોડયું છે. ટ્વિટરે કહ્યું છે કે લાગૂ નવા કાયદાનું પાલન કરવાનો પ્રયાસ કરીશું, સાથે જ આ નિયમોમાં કઇ પણ ટ્વિટર યૂઝર્સના મુક્ત વિચારો વ્યક્ત કરવામાં અડચણ હશે તે અંગે વિચારીશું.
બીજી તરફ ટ્વિટરના આ નિવેદન બાદ કેન્દ્ર સરકારે વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે નિયમોનું પાલન કરવુ જ પડશે. સરકારને કાયદા બનાવવા અને તેનો અમલ કરવાનો અિધકાર છે. એવામાં ટ્વિટર પાસે આવો કોઇ અિધકાર નથી કે તે તેનો અમલ કરતા બચી શકે. ટ્વિટરે અગાઉ ટૂલકિટ વિવાદ મુદ્દે કહ્યું હતું કે પોલીસનો દુરૂપયોગ કરવો યોગ્ય નથી. દિલ્હી પોલીસે ટ્વિટરની ઓફિસે જઇને તપાસ કરતા આ નિવેદન ટ્વિટરે આપ્યું હતું.
ટ્વિટરે કહ્યું કે અમે ભારતના લોકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. અમારી સેવા ચાલુ રાખવા માટે ભારતીય નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરીશું, પણ અમે દુનિયાભરમાં કહેતા આવ્યા છીએ કે અમે પારદર્શીતાના સિદ્ધાંતો અને સેવા પર દરેક અવાજને મજબૂત બનાવવાનો પ્રયાસ કરતા રહીશું. અભિવ્યક્તિની આઝાદી અને પ્રાઇવેસીનું રક્ષણ કરતા રહીશું. ટ્વિટરે એમ પણ કહ્યું કે ભારતમાં અમારા કર્મચારીઓને લઇને અમે ચિંતિત છીએ.