×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં શું છે નવી કિંમત

નવી દિલ્હી, તા.17 ઓગસ્ટ-2023, ગુરુવાર

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે સસ્તામાં સોનું ખરીદવાની તક આવી ગઈ છે. આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં વધારો થયો છે. ગુરુવારે ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાની પ્રતિ 10 ગ્રામ કિંમત 166 રૂપિયા ઘટીને 58515 રૂપિયાએ પહોંચી છે, જ્યારે ચાંદીની પ્રતિ કિલો કિંમત 222 રૂપિયા વધીને 69944 રૂપિયાએ પહોંચી છે.

આજનો સોનાનો ભાવ શું છે ?

આજે ફોરવર્ડ ટ્રેડિંગમાં સોનાની પ્રતિ 10 ગ્રામ કિંમત 166 રૂપિયા ઘટીને 58515 રૂપિયે પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલીવરીવાળા સોનાની કોન્ટ્રાક્ટ કિંમત પ્રતિ 10 ગ્રામ 166 રૂપિયા અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 58515 રૂપિયે પહોંચી છે, જેમાં 13537 લોટનો કારોબાર નોંધાયો છે. જ્યારે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનું 0.12 ટકા ઘટાડા સાથે 1926 ડોલર પ્રતિ ઔશ પર ટ્રેડ કરી રહ્યું હતું.

આજનો ચાંદીનો ભાવ શું છે ?

આજે ચાંદીની પ્રતિ કિલોગ્રામ કિંમત 222 વધીને 69944 રૂપિયે પહોંચી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેન્બર ડિલીવરી માટે ચાંદી કોન્ટ્રાક્ટ 222 રૂપિયા અથવા 0.32 ટકા વધી 69944 રૂપિયે પહોંચી ગઈ છે, જેમાં 16779 લોટનો કારોબાર નોંધાયો છે. વૈશ્વક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદી 0.70 ટકા વધીને 23.02 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ કરી રહી હતી.

જાણો અમદાવાદ સહિત 10 શહેરોમાં સોનાની કિંમત

  • ચેન્નાઈ - 24 કેરેટ રૂ 59,520..... 22 કેરેટ રૂ 54,560
  • દિલ્હી - 24 કેરેટ રૂ 59,170..... 22 કેરેટ રૂ 54,250
  • જયપુર - 24 કેરેટ રૂ 59,170..... 22 કેરેટ રૂ 54,250
  • લખનૌ - 24 કેરેટ રૂ 59,170..... 22 કેરેટ રૂ 54,250
  • અમદાવાદ - 24 કેરેટ રૂ. 59,070..... 22 કેરેટ રૂ 54,150
  • પટના - 24 કેરેટ રૂ 59,070..... 22 કેરેટ રૂ 54,150
  • મુંબઈ - 24 કેરેટ રૂ 59,020..... 22 કેરેટ રૂ 54,100
  • કોલકાતા - 24 કેરેટ રૂ 59,020..... 22 કેરેટ રૂ 54,100
  • બેંગલુરુ - 24 કેરેટ રૂ 59,020..... 22 કેરેટ રૂ 54,100
  • પુણે - 24 કેરેટ રૂ 59,020..... 22 કેરેટ રૂ 54,100