×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૈન્યનો મોટો દાવો, કાશ્મીર ખીણમાં 109 આતંકી સક્રિય, પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે હાઈબ્રિડ આતંકીઓ


જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 91 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે 20 જુલાઈ સુધી 35 આતંકવાદીઓ સુરક્ષા દળોની ગોળીઓના નિશાન બન્યા છે. ખાસ વાત એ છે કે તેમાં 27 વિદેશી અને 8 સ્થાનિક આતંકવાદીઓ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં 71 'પાકિસ્તાની' આતંકવાદીઓ હાજર છે. સેના અને અન્ય સુરક્ષા દળોનો દાવો છે કે તાજેતરમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. ઘાટીમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ ઉપરાંત 38 સ્થાનિક આતંકવાદીઓ પણ હાજર છે.

આતંકવાદીઓ દ્વારા આત્મસમર્પણના આંકડા 

જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો સ્થાનિક આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. આતંકવાદીઓ દ્વારા આત્મસમર્પણના કિસ્સાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે 2018માં એક, 2019માં એક પણ નહીં, 2020માં 8, 2021માં 2 અને 2022માં માત્ર બે જ લોકોએ આત્મસમર્પણ કર્યું છે.

યુવાનો આ રીતે આતંકવાદીઓની જાળમાં ફસાય છે 

અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનો સારી રીતે જાણે છે કે પોલીસ અને પરિવારના સભ્યો ગુમ થયેલા યુવકની શોધમાં છે. ઘાટીમાં આવા ઘણા ઉદાહરણો છે, જેમાં ઘણા યુવાનોએ હથિયાર છોડી દીધા અને થોડા સમય પછી ફરીથી તેમાં જોડાય છે. આતંકવાદી સંગઠનો ગેરમાર્ગે દોરાયેલા યુવાનોનું બ્રેઈનવોશ કરે છે. આ પછી, જ્યારે તેમને લાગે છે કે તે યુવક હજુ પણ આતંકના માર્ગને સંપૂર્ણપણે અનુસરવા માટે તૈયાર નથી અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માંગે છે, ત્યારે તેઓ તે યુવકનો આતંકવાદી સંગઠન સાથેનો ફોટો વાયરલ કરે છે. આ રીતે આંતકીઓ યુવકોને પોતાની માયાજાળમાં ફસાવે છે.

હાઇબ્રિડ આતંકવાદીઓ મોટો ખતરો

સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, તાજેતરમાં ઘાટીમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે આ તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય શકે છે. હાલમાં 109 આતંકીઓ સક્રિય છે. જેમાંથી 38 સ્થાનિક અને 71 વિદેશી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, આઈબી, આર્મી અને અન્ય એજન્સીઓ આતંકીઓના ઠેકાણા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ આતંકવાદીઓને ઘાટીમાં કોઈને કોઈ પ્રકારની મદદ મળી રહી છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. સરહદ પારથી આતંકવાદી સંગઠનો પાકિસ્તાની આતંકવાદીઓને બચાવવા માંગે છે. આ આતંકવાદીઓ અંડરગ્રાઉન્ડ વર્કર તરીકે લોકોમાં કામ કરે છે. પોલીસ કે સામાન્ય લોકો તેમના પર શંકા કરતા નથી, કારણ કે તેઓ તેમની વચ્ચે રહે છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની ભરતી

વર્ષ આંતકી 
2018187
2019121
2020181
2021142
202291