×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો, પ્રથમ વખત સેન્સેક્સ 51,000 અને નિફ્ટી 15,000ને પાર

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

બજેટ રજુ થયા બાદ શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ પહેલીવાર 51 હજારને પાર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી પણ 15 હજારના આંક પર પહોંચ્યું છે. ગઈકાલે સેન્સેક્સ 0.71% તેજી(358.54 પોઈન્ટ) સાથે 50,614.29 પર બંધ રહ્યું જ્યારે નિફ્ટી 0.71% તેજી (105.70 પોઈન્ટ) સાથે 14,895.65 પર બંધ રહ્યું હતું.

S&P BSE સેન્સેક્સ 400 પોઈન્ટની તેજી સાથે 51 હજારના સ્તરે કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 15 હજાર પોઈન્ટની આસપાસ છે. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો SBIએ ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં 15%નો ગ્રોથ કર્યો છે. એ સિવાય ઈન્ડસઈન્ડ બેંક 4%, કોટક મહિન્દ્રા બેંક અને HDFC 1%એ સુચકઆંકને ઉછાળામાં મદદ કરી છે.

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે નવી લેવાલી પાછળ તેજીની વિક્રમી ચાલ સતત ચોથા દિવસે અકબંધ રહી હતી અને સેન્સેક્સ, નિફ્ટી સહિત નિફ્ટી બેન્ક અને મિડકેપ રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ રહ્યાં હતા. ગઈકાલે કામકાજના અંતે સેન્સેક્સ 359 પોઈન્ટ વધીને 50,614.29ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 105.70 પોઈન્ટના વધારા સાથે 14895.65ના સ્તર પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિ(BSE માર્કેટ કેપ.)વધીને રૂ. 200.5 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામી હતી.