×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેન્સેક્સે પ્રથમ વખત 55 હજારનો આંકડો પાર કર્યો, નિફ્ટીમાં પણ રેકોર્ડ ઉછાળો

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

શેરબજાર માટે શુક્રવાર ખૂબ જ સારો દિવસ રહ્યો. સેન્સેક્સ 593.31 ઉપર ચઢ્યો અને 55,437.29 ની ઓલટાઇમ હાઇ પર બંધ થયો. જ્યારે, નિફ્ટી પણ 164.70 પોઇન્ટ વધ્યો અને 16,529.10 પોઇન્ટ પર બંધ થયો. આ ઉપરાંત રૂપિયો સપાટ સ્તર પર રહ્યો. તેની કિંમતમાં એક પૈસાનો નજીવો વધારો થયો અને તે ડોલર દીઠ 74.24 (અસ્થાયી) પર બંધ થયો.

આજે શેરબજારમાં પણ જોરદાર શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 55103.44 પર હતો. બીજી બાજુ, નિફ્ટીએ 16,387.50 ના વિક્રમી સ્તરથી શરૂઆત કરી. વૈશ્વિક સ્તરે વધારા સાથે રોકાણકારો આઇટી, બેન્કિંગ, ઓટો અને પાવર સેક્ટરનાં શેરોમાં તેજી જોવા મળી રહી છે. ગુરુવારે સેન્સેક્સ 54,874.10 અને નિફ્ટી 16,375.50 ના રેકોર્ડ સ્તર પર હતો.

પ્રથમ વખત 55 હજારનો આંકડો પાર કર્યો

બીએસઈના 30 શેરોનો સેન્સેક્સ આજે 593.31 પોઈન્ટ (1.08 ટકા) વધ્યો અને પ્રથમ વખત 55,437.29 પોઈન્ટ પર પહોંચ્યો. આ તેનું અત્યાર સુધીનું સૌથી ઉંચું બંધ સ્તર છે. દિવસ દરમિયાન પણ સેન્સેક્સ 55,487.79 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) નો શેર સૌથી વધુ ત્રણ ટકાથી વધુ વધ્યો છે.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પ્રથમ વખત 16,500 ની સપાટી પાર કરી ગયો. નિફ્ટી 164.70 પોઈન્ટ (1.01 ટકા) વધીને 16,529.10 નાં ઓલટાઈમ હાઈ પર બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટીએ 16,543.60 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ડો. રેડ્ડીઝ અને એનટીપીસીનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.