×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેનાના પરિક્ષણ દરમિયાન ટેન્કમાંથી મિસ ફાયર થયો 22 કિલોનો બોંબનો ગોળો, બે કર્મી ઈજાગ્રસ્ત

Image - wikipedia

જબલપુર, તા.13 ફેબ્રુઆરી-2023, સોમવાર

જબલપુરના ખમરિયા LPRમાં મિસ ફાયર થયું હોવાની ઘટના સામે આવી છે. ખમરિયામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીમાં બોમ્બના ટેસ્ટિંગ દરમિયાન ટેન્ક મિસફાઈયર થવાની ઘટના બની છે. આ ઘટનામાં બોમ્બનો ગોળો રિવર્સ થઈ દૂર ઉભેલા કર્મચારી પાસે જઈ ફુટ્યો છે, જેમાં બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં DGQAના સિનિયર ક્વોલિટી એશ્યોરન્સ એસ્ટાબ્લિશમેન્ટ કારપેન્ટર કર્મચારી શ્યામ જી.પ્રસાદ તેમજ અન્ય એક કર્મચારીનો સમાવેશ થાય છે. આ બંને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાથી LPR વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

22 કિલોનો બોંબ

દરમિયાન આજે સેના દ્વારા T90 ટેન્કનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટેન્કનો ગોળો ઉલ્ટી દિશામાં રિવર્સ થઈ વૃક્ષને ચીરીને કર્મચારીઓ પાસે જઈને પડ્યો હતો. આ 22 કિલોનો બોમ્બનો ગોળો કર્મચારીઓ પાસે જઈને ફુટતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ લોંગ પ્રૂફ રેન્જના કમાન્ડન્ટે તપાસ ટીમની રચના કરી છે.