×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓમાં મુકેશ અંબાણીએ પણ ઝંપલાવ્યું, જિયો અને SES વચ્ચે ભાગીદારી


- આ નેટવર્ક ભારત અને આજુબાજુના ક્ષેત્રોમાં એન્ટરપ્રાઈઝીસ, મોબાઈલ બેકહોલ અને રિટેલ ગ્રાહકોને મલ્ટી ગીગાબાઈટ લિંક અને અન્ય બ્રોડબેન્ડ સેવાઓ આપવામાં સક્ષમ

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને વધુ એક લીડિંગ ગ્લોબલ સેટેલાઈટ આધારીત કોન્ટેન્ટ કનેક્ટિવિટી સોલ્યુશન પ્રોવાઈડર SESએ 14 ફેબ્રુઆરીના રોજ તેમણે એક જોઈન્ટ વેન્ચર બનાવ્યું હોવાની જાહેરાત કરી છે. તેનું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. (Jio Space Technology Limited) રાખવામાં આવ્યું છે. આ જોઈન્ટ વેન્ચર ભારતમાં સેટેલાઈટ ટેક્નોલોજી પર આધારીત ભાવિ પેઢીને ઓછી કિંમતે, આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓ આપશે. 

આ જોઈન્ટ વેન્ચરમાં જિયો પ્લેટફોર્મ (JPL)ની 51% અને SESની 49% ભાગીદારી હશે. આ જિયો વેન્ચર મલ્ટી-ઓર્બિટ સ્પેસ નેટવર્ક (multi-orbit space networks)નો ઉપયોગ કરશે. આ નેટવર્ક જિયોસ્ટેશનરી (geostationary) અને મીડિયમ અર્થ ઓર્બિટ (medium earth orbit)વાળા સેટેલાઈટ્સના સમૂહનું મિશ્રણ છે. આ નેટવર્ક ભારત અને આજુબાજુના ક્ષેત્રોમાં એન્ટરપ્રાઈઝીસ, મોબાઈલ બેકહોલ અને રિટેલ ગ્રાહકોને મલ્ટી ગીગાબાઈટ લિંક અને અન્ય બ્રોડબેન્ડ સેવાઓ આપવામાં સક્ષમ છે. 

આ જોઈન્ટ વેન્ચર દ્વારા ભારતમાં SESની સેટેલાઈટ ડેટા અને કનેક્ટિવિટી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે તેમાં કેટલાક ઈન્ટરનેશનલ એરોનોટિકલ અને મેરીટાઈમ કસ્ટમર સામેલ નહીં થાય. તેમને SES પાસેથી સીધી સેવાઓ મળી શકે છે. તેના જોઈન્ટ વેન્ચર અંતર્ગત SES પાસેથી 100 Gbpsની ક્ષમતા ઉપલબ્ધ થશે. આ સાથે જ જિયો તેને બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો અને વધુ સારૂં સેલ્સ નેટવર્ક ઉપલબ્ધ કરાવશે. 

આ જોઈન્ટ વેન્ચર માટે બનાવવામાં આવેલી રોકાણ યોજના પ્રમાણે આ જેવી ભારતમાં પોતાની સેવાઓ આપવા માટે વિશાળ ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરશે. Jio આ જેવીનું એન્કર કસ્ટમર છે. કંપનીએ આ માટે એક મલ્ટી ઈયર કેપિસિટા પર્ચેસ એગ્રીમેન્ટ કર્યું છે. આ એગ્રીમેન્ટ ગેટવેજ અને ઈક્વિપમેન્ટ ખરીદીની સાથે જ કેટલાક નિશ્ચિત ધોરણો પર આધારીત છે.