×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરતમાં ઓક્સિજન કટોકટિ : સ્મિમેર અને સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ, આગામી એક કલાક મહત્વનો

સુરત, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી અને ભયાવહ બનતી જાય છે. અત્યારે સુરતમાં ઓક્સિજન કટોકટિની સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી સુરતમાં ઓક્સિજનની કટોકટિ સર્જાઇ રહી છે. ત્યારે આજે સ્થિતિ અત્યંત ગંભીર છે. તે વાતનો અંદાજો એ પરથી લગાવ શકાય કે સુરત શહેરની સ્મિમેર હોસ્પિટલ અને સિવલ હોસ્પિટલના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. દરવાજા ક્યા કારણોસર બંધ કરાયા છે તે અંગે કોઇ કશું બોલવા માટે તૈયાર નથી.

જે માહિતિ મળી રહી છે તે પ્રમાણે ઓક્સિજનની અછત અને બેડ ના હોવાના કારણે બંને હોસ્પિટલોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. દરવાજા બંધ થયા બાદ હોસ્પિટલના ગેટ બહાર લાંબી લાઇનો લાગી છે. મહત્વનું છે કે 108માં આવેલા દર્દીઓને પણ અંદર પ્રવેશ નથી મળી રહ્યો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોમાં આ કારણે ફફડાટ પણ ફેલાયો છે કે હોસ્પિટલોના દરવાજા કેમ બંધ કરાયા છે. સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જવા મળી રહ્યો છે.

સુરતમાં ઓક્સિજન કટોકટિ સર્જાવાનું કારણ એ છે કે માંગ સામે ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળતો નથી. જો સરકારી હોસ્પિટલોએ દરવાજા બંધ કરવા પડ્યા હોય, તો ખાનગી હોસ્પિટલોની સ્થિતિ શું હશે? સુરત શહેરમાં હવે પછીની એક એક કલાક ખૂબ ગંભીર અને જોખમી સાબિત થવાની છે. જો સમયસર ઓક્સિજનનો જથ્થો ના મળ્યો તો મોટી દુર્ઘટના થઇ શકે છએ. અત્યારે અનેક દર્દીઓનો જીવ જોખમાયો છે. 

માત્ર આટલું જ નહીં જો સમયસર આ પ્રશ્નનું નિરાકરણ ના આવ્યું તો ચારેતરફ અફરા તફરી સર્જાશે અને કાયદો વ્યવસ્થા પણ જોખમાઇ શકે છે. તમામ અધિકારીઓ અને સુરતનું પ્રશાસન અત્યારે ઓકેસ્જન માટે મથી રહ્યા છે. સમાજસેવી સંસ્થાઓ અને આગેવાનો પણ સતત પ્રયત્નો કરી રહ્યા છે.