×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરક્ષા દળોના ઓપરેશનમાં આ વર્ષે 27 આતંકવાદીઓ ઠાર, CRPFએ ભજવી મહત્વની ભૂમિકા


જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર આતંકી હુમલાઓના સમાચાર સાંભળવા મળતા હોય છે. જોકે, ભારતીય સેના દ્વારા આતંકી હુમલાના દરેક પ્રયાસોને નિષ્ફળ કરી દેવામાં આવે છે. જેની માહિતી આપણે આ આંકડાઓ પરથી જ જોઈ શકાય છે.

આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 27 આતંકીઓને ઠાર કર્યા

સેના સાથેના સંયુક્ત ઓપરેશનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 27 આતંકીઓને ઠાર કર્યા છે. CRPFએ કહ્યું કે, આ યાદીમાં આઠ સ્થાનિક અને 19 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે જેઓ આ વર્ષે 5 જુલાઈ સુધી કાશ્મીરમાં માર્યા ગયા છે.

વિદેશી આતંકવાદીઓની સંખ્યામાં મોટો ઘટાડો

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2022 માં, સુરક્ષા દળો દ્વારા ઘાટીમાં કુલ 187 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં 130 સ્થાનિક અને 57 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. એક અધિકારીએ કહ્યું કે, પાછલા વર્ષોની સરખામણીએ ઘાટીમાં વિદેશી આતંકવાદીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

વિવિધ ઓપરેશનમાં 16 નક્સલવાદીઓની ધરપકડ 

આ વર્ષે વિવિધ ઓપરેશનમાં 16 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. 23 જૂને કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. જોકે ખરેખર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આતંકવાદ પ્રભાવિત વિસ્તાર હવે દેશના શ્રેષ્ઠ સ્થળોમાંનો એક 

આતંકવાદ પ્રભાવિત વિસ્તાર હવે દેશના શ્રેષ્ઠ સ્થળોમાંનો એક બની રહ્યો છે. કલમ 370 નાબૂદ કર્યા પછી, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના લોકોના સામાજિક-આર્થિક સશક્તિકરણ માટે ઘણા પગલાં લીધાં છે.