×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમ કોર્ટ મણિપુર નગ્ન પરેડ મામલે આજે સુનાવણી કરશે, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરાઈ

Image : official

દેશના પૂર્વોતર રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે તેમા પણ મહિલાોની નગ્ન પરેડને લઈને સંસદથી લઈને રસ્તાઓ પર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

કેસની તપાસ CBIને સોંપવામાં આવી

સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં આ મામલે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. સુનાવણી પહેલા ગૃહ મંત્રાલય દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ વીડિયો જે મોબાઈલમાંથી બનાવવામાં આવ્યો હતો તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેન્દ્રએ એફિડેવિટ દાખલ કરીને કોર્ટને જણાવ્યું છે કે રાજ્ય સરકારની સંમતિ લીધા બાદ કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. કેસોનો ઝડપી નિકાલ જરૂરી છે. આ સાથે કેન્દ્રએ અપીલ કરી છે કે કેસને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવે અને ટ્રાયલ કોર્ટને પણ ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં તેનો નિર્ણય આપવાનો નિર્દેશ આપવામાં આવે.

35 હજાર વધારાના સુરક્ષા દળો તૈનાત

મણિપુરમાં 35 હજાર સુરક્ષા કર્મચારીઓની વધારાની ફોર્સ મોકલવામાં આવશે. કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેના વિવાદિત વિસ્તારોમાં બફર ઝોન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સરહદ પરની સુરક્ષાને કાંટાળા તારથી વધુ સજ્જ બનાવવાની વાત પણ થઈ રહી છે. સરકારનું કહેવું છે કે પીએમ મોદી પોતે આ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે અને સતત વાત કરી રહ્યા છે. બીજી તરફ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ આ મુદાને લઈને સતત હોબાળો કરી રહી છે અને વડાપ્રધાન પાસે આ મુદે સંસદમાં બોલવાની માગ કરી રહી છે. વિપક્ષે ગઈકાલે કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.