×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝૂબેરને તાત્કાલિક મુક્ત કરવાનો આપ્યો આદેશ


- મોહમ્મદ ઝૂબેરે પોતાના વિરુદ્ધ યુપી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી બધી FIR ફગાવવાની માગ કરી હતી

નવી દિલ્હી, તા. 20 જુલાઈ 2022, બુધવાર

સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝૂબેરને મોટી રાહત આપી છે. કોર્ટે ઝૂબેર સામે નોંધાયેલા તમામ કેસોમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આટલું જ નહીં કોર્ટે ધકપકડના આદેશ પર પણ સવાલ ઉઠાવ્યા છે. 

મોહમ્મદ ઝૂબેરે પોતાના વિરુદ્ધ યુપી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી બધી FIR ફગાવવાની માગ કરી હતી. તેની સાથે જ આ અરજી પર નિર્ણય ન થાય ત્યાં સુધી વચગાળાના જામીનની પણ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે ઝૂબેરને જામીન આપતાં કહ્યું કે, ધરપકડની શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. કોર્ટે કહ્યું કે, ઝૂબેરને અનિશ્ચિત સમય માટે કસ્ટડીમાં ન રાખી શકાય. 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તપાસ કરશે

સુપ્રીમ કોર્ટે ઝૂબેરની વિરુદ્ધ દાખલ બધા કેસોને એક સાથે ક્લબ કર્યા છે. આ મામલે હવે એક જ તપાસ એજન્સી તપાસ કરશે. ઉત્તર પ્રદેશમાં દાખલ 6 FIRને કોર્ટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી છે. આ કેસમાં તપાસ માટે રચાયેલી યુપીની  SITને પણ વિખેરી નાખવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસને રદ કરવાનો ઈનકાર કર્યો છે.

યુપી સરકારે કહ્યું કે, ઝૂબેરને ઉશ્કેરણીજનક ટ્વીટ કરવાના બદલે પૈસા મળતા હતા

આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારએ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ઝૂબેરને ઉશ્કેરણીજનક ટ્વીટના બદલે પૈસા મળતા હતા. પોસ્ટ અથવા ટ્વીટ જેટલું વધુ ઉશ્કેરણીજનક એટલા જ પૈસા પણ વધારે મળતા હતા.