×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમકોર્ટે કહ્યું – કોઈને 2 સીટ પર ચૂંટણી લડતા અમે ન રોકી શકીએ, એ તો સંસદનું કામ

image : Wikipedia 


નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2023, ગુરુવાર 

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટે કોઈ ઉમેદવારને 2 સીટ પર ચૂંટણી લડતા રોકવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદો બનાવવાનું કામ તો સંસદનું છે અમારું નહીં. જો તેમને યોગ્ય લાગતું હોય તો તે કાયદો બનાવે. 

અરજીમાં શું કહ્યું જાણો...

અરજીમાં અરજદારે કહ્યું હતું કે કોઈ 2 જગ્યાએથી ચૂંટણી લડી અને પછી એક સીટ છોડી દે આ તો મતદારો સાથે અન્યાય ગણાય. તેનું ભારણ તો સરકારી ભંડોળ પર જ પડે છે ને.  2017માં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય તરફથી દાખલ આ અરજી પર અગાઉ સુનાવણીમાં કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. 

કઈ કલમ હેઠળ 2 સીટ પર ચૂંટણી લડવાની મંજૂરી? 

કેન્દ્ર સરકારે આ અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 33 (7)માં એ વાતની મંજૂરી આપવામાં આવી છે કે કોઈ વ્યક્તિ 2 સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ કાયદામાં ફેરફાર કરે સુધારો કરવો એ સંસદનું કામ છે. 

આ અંગે ચૂંટણીપંચે પણ વિરોધ દર્શાવ્યો હતો 

બીજી બાજુ ચૂંટણી પંચે આ અરજીને સમર્થન આપ્યું હતું. પંચે કહ્યું હતું કે અમે ખુદ આ મામલે 5 જુલાઈ 2004ના રોજ આ બાબતે આગ્રહ કરતો એક પત્ર પીએમ મોદીને લખ્યો હતો. પંચે તેમાં કહ્યું હતું કે જ્યારે ઉમેદવાર બંને સીટો પર જીતી જાય તો તે એક સીટ છોડી દે છે. એવામાં છોડેલી સીટ પર નવેસરથી ચૂંટણી યોજવા માટે નવેસરથી ખર્ચ કરવો પડે છે. આ સરકારી ભંડોળનો વેડફાટ જ કહેવાય. સીટ ખાલી કરવામાં આવે તો નવેસરથી ચૂંટણી યોજવા માટે ખર્ચની વસૂલી કરવામાં આવે.